________________
૮૮
સન્મતિ પ્રકરણ - આ પાંચે પ્રબંધમાં એમની કૃતિઓ વિષે જે જે જુદા જુદા ઉલ્લેખ મળે છે, તે વિષે અમે આગળ ૭ મા પ્રશ્નના ઉત્તરમાં લખવાના છીએ.
કાંઈક વધઘટવાળી, કાંઈક ફેરફારવાળી અને કાંઈક તદ્દન જુદી એવી ઉક્ત પાંચે પ્રબંધોમાંની હકીકતો ઉપરથી સિદ્ધસેનના જીવનને લગતું ટૂંકુ વિરોધ વિનાનું તારણ આ પ્રમાણે કાઢી શકાય –
૧. વિદ્વત્તાનું ચડિયાતાપણું ન છતાં સમયસૂચકતા, ગંભીરતા અને ત્યાગને બળે વૃદ્ધવાદીએ એકવચની અને મહાવિદ્વાન સિદ્ધસેનને આકર્ષ્યા અને શિષ્ય બનાવ્યા છે. દક્ષિણ હિંદુસ્તાનમાં પિઠાણથી ઉત્તર હિંદુસ્થાનમાં ઉજેની સુધીનું વિહારક્ષેત્ર જેમાં ભરૂચ પ્રધાનપદ ભગવે
છે; ૩. વિક્રમાદિત્ય ઉપાધિ ધારણ કરનાર, ઉજજેનીના કે કોઈ બીજા રાજા સાથે સિદ્ધસેનને ગાઢ સંબંધ જેમાં ધર્મપ્રચાર અને ધર્મરક્ષા માટે સિદ્ધસેન રાજાશ્રય લે છે અને શત્રુભય-નિવારણ માટે રાજા સિદ્ધસેનને આશ્રય લે છે; ૪. પ્રાકૃત આગમને સંસ્કૃતમાં ઉતારવાને દિવાકરને સૌથી પહેલાં થયેલે વિચાર અને તેને પરિણામે રૂઢ સંઘ તરફથી સહેવી પડેલી સખત આફત; ૫. દિવાકરનું સંસ્કૃત વિષયક પાંડિત્ય અને તેમના દ્વારા સંસ્કૃત ગ્રંથનું ચાવું; ૬. દિવાકરનું રાજસત્કારમાં લેભાઈ સાધુધર્મમાંથી શિથિલ થવું અને ફરી ગુરુ દ્વારા 'સાવધ થઈ જવું ૭ દક્ષિણ દેશમાં દિવાકરનું સ્વર્ગવાસી થવું.
વિચારવા લાયક મુદાઓ અને તેમની ચર્ચા
પ્રબંધના ઉક્ત તારણમાંથી વિચારવા લાયક અને પરીક્ષા કરવા લાયકે બાબતે આ પ્રમાણે છે – . ૧. વિદ્યાધર આમ્નાય કેનાથી નીકળે ? ક્યારે નીકળે છે અને ક્યાં નીકળે ?
૨. તે ગચ્છમાં થયેલ આચાર્યોમાં પાદલિપ્ત અને કંદિલ આચાર્ય આવે છે કે નહિ ? તેમને સમય કયે કે ? તેઓ બે વચ્ચે વખતનું અંતર કેટલું છે? વૃદ્ધવાદી સ્કંદિલના શિષ્ય હતા કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org