Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
૨. મૂળાકારને પરિચય ચતુર્વિશતિપ્રબંધ ની રચના “પ્રભાવચરિત્રને આધારે થયેલી હેવાથી “પ્રભાવક ચરિત્ર માંની સિદ્ધસેનને લગતી બધી જ બાબત ચતુર્વિશતિપ્રબંધ માં લગભગ શબ્દશઃ છે છતાં તેમાં પણ પ્રભાવરિત્રમાં નથી તેવી મુખ્ય બે બાબતે ઉમેરાયેલી છે. પહેલી બાબત મહાકાલપ્રાસાદની ઉત્પત્તિનું દિવાકર દ્વારા વિક્રમ રાજા સામે વર્ણન અને બીજી બાબત ષ્કાર નગરમાં શૈવમંદિરની સ્પર્ધાને લીધે વિક્રમ રાજા પાસે દિવાકર દ્વારા જન પ્રસાદનું કરાવવું તે.
હવે છેલ્લે પાંચમે પ્રબંધ લઈ જોઈએ. એ પ્રબંધ “પ્રબંધચિંતામણિમાંતા વિના પ્રવંધની અંદર સિદ્ધસેનને પ્રસંગ આવતાં પ્રસંગોપાત્ત આવે છે. એમાં આવેલી વૃદ્ધવાદી અને સિદ્ધસેનની હકીક્ત ઉપર આપેલ ચારે પ્રબંધોની હકીકતથી કેટલીક મહત્ત્વની બાબતોમાં તદ્દન જુદી પડે છે. જેમ કે - ૧. “પ્રભાવ ચરિત્ર' વૃદ્ધવાદીને સ્કંદિલાચાર્યના શિષ્ય કહે છે ત્યારે “પ્રબંધચિંતામણિીનું ટિપ્પણ એમને આર્ય સુહસ્તીના શિષ્ય વર્ણવે છે; ૨. “પ્રભાવચરિત્ર' આદિ ઉપરથી સિદ્ધસેન ઉજેની તરફના નિવાસી હોય એમ લાગે છે, ત્યારે “પ્રબંધચિંતામણિ એમને દક્ષિણ કર્ણાટકના નિવાસી કહે છે; ૩. “પ્રભાવક ચરિત્ર આદિ ચારે પ્રબધે સ્તુતિ દ્વારા પાર્શ્વનાથની પ્રતિમા પ્રકટ થયાનું કહે છે, ત્યારે પ્રબંધચિંતામણિ” ઋષભદેવની પ્રતિમા દિવાકરની સ્તુતિના પ્રભાવથી શિવલિંગમાંથી પ્રકટ થઈ એમ કહે છે; ૪. “પ્રભાવકચરિત્ર' આદિ ચારે પ્રબધામાં ધર્મલાભના બદલામાં વિક્રમે આપેલ દાનનો ઉપયોગ ચૈત્ય ઉધાર આદિ કાર્યોમાં થયાનું કહે છે, ત્યારે “પ્રબંધચિંતામણિ એ દાન લેકેનું કરજ ફેડવામાં વપરાયાનું અને પછી જ વિક્રમ રાજા દ્વારા વિક્રમસંવત પ્રચલિત કરાયાનું કહે છે; ૫. “પ્રભાવક ચરિત્ર” આદિમાં સિદ્ધસેને દેવપાલ રાજાને મદદ કર્યાનું વર્ણન છે, ત્યારે “પ્રબંધચિંતામણિમાં વિક્રમને એ મદદ આપ્યાનું કથન છે; ૬. “પ્રભાવકચરિત્રમાં સંઘે કે સ્થાવરાએ સિદ્ધસેનને પ્રાયશ્ચિત્ત આપ્યાનું કથન છે, ત્યારે પ્રબંધચિંતામણિમાં એ પ્રાયશ્ચિત્ત ગુરુ આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org