________________
૨. મૂળકારનો પરિચય - એ પ્રમાણે પ્રભાવના કરી દિવાકર ભરૂચમાં ગયા. ત્યાં બલમિત્રને પુત્ર ધનંજય રાજા હતા. તેણે દિવાકરનું બહુમાન કર્યું. ક્યારેક તેરાજા ઉપર ઘણું દુશમને ચડી આવ્યા અને તેમણે તેને ઘેરી લીધો. રાજા ધનંજય ડરી દિવાકરને શરણે ગયા. તેમણે સરસવના દાણા મંત્રી તેલના કુડલામાં નાખ્યા તે બધા મનુષ્યરૂપ ધારણ કરી બહાર નીકળ્યા. તેમનું સૈન્ય બનાવી રાજાએ તે દ્વારા દુમને ખુવાર કર્યો. આ રીતે સેના બનાવવાથી દિવાકરનું સિદ્ધસેન એ નામ સાર્થક થયું અને રાજ પણ છેવટે દિવાકર પાસે દીક્ષિત છે.
- એ પ્રમાણે પ્રભાવના કરતા દિવાકર દક્ષિણાપથમાં પ્રતિષ્ઠાનપુર પંડાણમાં જઈ પહોંચ્યા. ત્યાં ગ્ય શિષ્યને પિતાને પદે સ્થાપી, “પ્રાપવેશન' અનશનપૂર્વક મત્યુ પામી તેઓ સ્વર્ગવાસી થયા.
ત્યાર બાદ તે નગરથી કઈ વૈતાલિક – ચારણુભાટ વિશાલામાં ગયો. અને ત્યાં સિદ્ધથી નામની દિવાકરની સાધ્વી બહેનને મળ્યું. ત્યાં તેણે બે પાદ એ સાધ્વી પાસે ઉચ્ચાર્યા, જેને ભાવ સમજી તે સાવીએ ઉત્તરાર્ધ પૂરું કર્યું. તે આખો બ્લેક નીચે પ્રમાણે છે –
" स्फुरन्ति वादिखद्योताः साम्प्रतं दक्षिणापथे।"
“નૂનમાં તો વાવો સિદ્ધસેનો વિવાદ ” ૨૭૫ ૫ “અત્યારે દક્ષિણાપથમાં આગિયા જેવા વાદીઓ ચમકી રહ્યા છે.” – “ખાતરીથી વાદી સિદ્ધસેન (રૂપી) દિવાકર (સૂર્ય) અસ્ત પામ્યો હશે.” * ત્યાર બાદ તે સાથી પણ આરાધનાપૂર્વક સ્વર્ગવાસિની થઈ
પાદલિપ્તસૂરિ અને વૃદ્ધવાદીના વિદ્યાધર વંશનું નિયામક (પ્રમાણ) અહીં કહેવામાં આવે છે. વિક્રમાદિત્ય પછી ૧૫૦ વર્ષે જાકુટિ શ્રાવકે રેવતાચલના શિખરે રહેલ નેમિનાથના મંદિરને ઉદ્ધાર કર્યો ત્યારે ? વરસાદમાં જીર્ણશીર્ણ થયેલ મની પ્રશસ્તિમાંથી આ વૃત્ત ઉદ્દત કરવામાં આવ્યું છે. આ રીતે પ્રાચીન કવિઓએ રચેલ શાસ્ત્રમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org