Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
સન્મતિ પ્રકરણ આ અપૂર્વ ધનુર્વિદ્યા તમે ક્યાંથી શીખ્યા ? જેમાં માર્ગણ ૩૯ સમૂહ સામે આવે છે અને ગુણક બીજી દિશાઓમાં જાય છે.” [૧૨૬]
“તમારા યશરૂ૫ રાજહંસને પીવા માટે આ સાત સમુદ્રો કાળાં જેવાં છે અને એને રહેવા માટેનું પાંજરું ત્રણ જગત છે.” [૧૭].
હંમેશાં વિદ્વાને “તું સર્વદાતા છે” એવી જે તારી સ્તુતિ કરે છે તે ખરી છે. કારણ કે તે શત્રુઓને પીઠનું દાન અને પરસ્ત્રીઓને હૃદયનું દાન નથી કર્યું.” [૧૨૮]
હે રાજન ! જે ભય તારી પિતાની પાસે નથી તે ભય જ તું હંમેશાં અનેક શત્રુઓને વિધિપૂર્વક આપે છે, તે મોટું આશ્ચર્ય છે.” [૧૯].
આ મતલબના કે વડે દિવાકરે રાજાની પ્રશંસા કરી, એટલે તે રાજાએ દિવાકરની સ્તુતિ કરીને કહ્યું કે, “જે સભામાં તમે હે તે સભા ધન્ય છે; માટે તમારે અહીં જ રહેવું.” આ પ્રમાણે રાજાએ કહ્યું એટલે દિવાકર તેની પાસે રહી ગયા. ક્યારેક તેઓ રાજા સાથે કુડગેશ્વરના મંદિરમાં ગયા. મંદિરના દરવાજેથી દિવાકર પાછા ફર્યા એટલે રાજાએ તેમને પૂછ્યું કે, “તમે દેવની અવજ્ઞા કેમ કરે છે ?
अमी पानकुरङ्काभाः सप्तापि जलराशयः । यद्यशोराजहंसस्य पञ्जरं भुवनत्रयम् ॥ १२७ ॥ सर्वदा सर्वदोऽसीति मिथ्या संस्तूयसे बुधैः ।। નારો મિરે પુષ્ય ન વક્ષ: યોષિત: / ૨૮ છે.
भयमेकमनेकेभ्यः शत्रभ्यो विधिवत्सदा ।
- ददासि तच्च ते नास्ति राजन्! चित्रमिदं महत्" ।।१२९।। ૩૯. માર્ગણ એટલે બાણ તેમ જ માગણ – ચાચક. વિરોધપક્ષમાં માગણને અથ બાણ સમજ અને તેના પરિવારમાં યાચક સમજવો.
૪૦. ગુણ એટલે ધનુષની દેરી તેમ જ કપ્રિયતા વગેરે ગુણ.વિરોધપક્ષમાં ધનુષની દેરી સમજવી અને તેના પરિવારમાં લોકપ્રિયતા વગેરે ગુણે સમજવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org