Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
સન્મતિ પ્રકરણ .
આ અને આના જેવા ખીજા કેટલાયે યાને ટૂંકાણે લાવનાર અર્ધો ગુરુએ કહી સંભળાવ્યા.
("
,
ગુરુના એ અથ કથનથી સિદ્ધસેનનું મન પલળ્યું અને તેણે વિચાર્યું કે મારા ધર્માંગુરુ સિવાય બીજાની આવી શક્તિ ન હોઈ શકે. ખરેખર આ પોતે મારા ધમ ગુરુ છે એ વિચારથી તે ગુરુના પગમાં નમી પડયો અને કહ્યું કે, દોષવશ થઈ મેં આપની અવજ્ઞા કરી છે, માટે ક્ષમા કરે. આ સાંભળી ગુરુએ કહ્યું: “ મેં તને જૈન સિદ્ધાંતનું સંપૂર્ણ પાન કરાવ્યું છે. મંદ અગ્નિવાળાને રસ ભરેલા ભાજનની પેઠે જો તને જ એ સિદ્ધાંત ન જર્યાં, તે પછી ખીજા તદ્દન અલ્પ સત્ત્વવાળા જીવાની તા વાત જ શી ? તું સ ંતાથી સધ્યાનને પુષ્ટ કરી મારા આપેલા શાસ્ત્રને પચાવ. થાંભલામાંથી પ્રાપ્ત થયેલ પુસ્તક શાસનદેવીએ હરી લીધું, એ યેાગ્ય જ થયું. કારણુ કે, અત્યારે તેને પચાવનાર યેાગ્ય ત્યાગીએ કયાં છે? ” એવા ગુરુના ઉપદેશ સાંભળી શિષ્ય દિવાકરે કહ્યું: “ હે પ્રભુ, જો ભૂલથી શિષ્યા આડે રસ્તે ન જાય, તે પ્રાયશ્રિત્તવિધાયક શાસ્ત્રો શા કામમાં આવે? માટે હવે તમે પ્રાયશ્ચિત્ત વડે મને શુદ્ધ કરેા. ગુરુ ઘટતું પ્રાયશ્ચિત્ત આપી છેવટે તેને પેાતાને આસને બેસાડી સ્વગે સિધાવ્યા. દિવાકર પણુ આચાય પદે આવ્યા પછી જૈનશાસનની પ્રભાવના કરતા પૃથ્વી ઉપર વિચરવા લાગ્યા.
•>
""
-
આલ્યાવસ્થાથી જ સૌંસ્કૃતના અભ્યાસી સિદ્ધસેને લેાકેાના મહેણાથી અને જાતિસ્વભાવથી પ્રાકૃત ભાષાના અનાદરને, લીધે કયારેક જૈન પ્રાકૃત સિદ્ધાંતને સંસ્કૃત ભાષામાં ઉતારવાને વિચાર કર્યો. અને એ વિચાર તેમણે સધને કહી સંભળાવ્યા. સંધના આગેવાનાએ આવેશમાં આવી દિવાકરને કહ્યું કે, તમારા જેવા યુગપ્રધાન આચાર્યોને પણ પ્રાકૃત ભાષા તરફ અરુચિ થાય, તે પછી અમારા જેવાની વાત જ શી ? અમે પર પરાથી સાંભળ્યું છે કે પહેલાં ચૌદ પૂર્વા સંસ્કૃત ભાષામાં હતાં અને તેથી તે સાધારણ બુદ્ધિવાળાઓ માટે અગમ્ય હતાં, માટે જ વખત જતાં તે નાશ પામ્યાં. અત્યારે જે અગિયાર અગા છે. તેમને
tr
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org