Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
૨ મૂળકારનો પરિચય
AF
ત્યારે સૂરિએ પાસે હાજર રહેલા ગેવાળિયાઓને જ સભ્ય કર્યાં અને વાદકથા ચલાવવા કહ્યું. સિદ્ધસેને પહેલાં ‘સજ્ઞ નથી ' એવા પૂર્વ પક્ષ કરી તેને યુક્તિથી સ્થાપ્યા. વૃદ્ધવાદીએ પાસેના સભ્ય ગેાવાળિયાઓને પૂછ્યું કે, “ કહો ભલા તમે આ વિદ્વાનનું કહેવુ કાંઈ સમજ્યા ?” ગોવાળિયાએ મેલ્યા — “ પારસીએ ( ફારસી મેલનારાના ) જેવું :: અસ્પષ્ટ કથન કેમ સમજાય ? ” એ સાંભળી વૃદ્ધવાદીએ પહેલાં તે ગેવાળિયાઓને કહ્યું કે “આ વિદ્વાનનું કહેવું હું સમજ્યા છું. તે એમ કહે છે કે ‘ જિન નથી.’ શું તેનું એ કહેવું સાચું છે? તમે કહો. ” ગોવાળિયાએ ખેલ્યાઃ “ જૈન મંદિરમાં જિનમૂતિ છતાં જિન નથી એમ કહેનાર આ બ્રાહ્મણુ મૃષાવાદી છે.” આટલે વિનાદ કર્યા પછી વૃદ્ધવાદીએ સિદ્ધસેનના પૂર્વ પક્ષના જવાખમાં યુક્તિથી સનનું અસ્તિત્વ સાબિત કર્યું. સિદ્ધસેને સૂરિને હગદ્ગદ વચને કહ્યું કે, “તમે છ્યા. હવે મને શિષ્યરૂપે સ્વીકારો. કારણ કે જીતનારના શિષ્ય થવાની મારી પ્રતિજ્ઞા છે. “ સૂરિએ સિદ્ધસેનને જૂની દીક્ષા આપી શિષ્ય અનાવ્યા, અને કુમુદચંદ્ર એવું નામ આપ્યું. કુમુદચંદ્ર જલદી જ જૈન સિદ્ધાંતાના પારગામી થઈ ગયા; એટલે ગુરુએ તેને આચાય પદે સ્થાપ્યા અને પ્રથમનું જ સિદ્ધસેન એ નામ પાછું ફરી રાખ્યું. ત્યાર બાદ ગુરુ સિદ્ધસેનને ગુચ્છ સાંપી ત્યાંથી બ.જે સ્થાને વિહાર કરી ગયા.
...
કયારેક 'સિદ્ધસેન અહાર જતા હતા ત્યારે તેમને વિક્રમ રાજાએ જોયા, અને જાણી ન શકાય એવી રીતે તેમને મનથી પ્રણામ કર્યાં. સૂરિ એ વાત સમજી ગયા અને તેમણે તે રાજાને ઊંચે અવાજે ધર્મ લાભ આપ્યા. એ ચતુરાઈથી ખુશ થઈ રાજાએ સૂરિને કરાડ સુવણું ટકા દાનમાં આપ્યા અને ખજાનચીને એ લખી લેવા કહ્યું કે, “દૂરથી જ હાથ ઊંચા કરી ધલાભ આપનાર સિદ્ધસેનસૂરિને વિક્રમરાજાએ કરોડ ટકા આપ્યા. ” પછી સિદ્ધસેનને મેલાવી એ દાન લઇ જવા રાજાએ કહ્યું. જવાબમાં સૂરિએ કહ્યું કે, “હું તે લઈ ન શકું. તું તેને મરજી પ્રમાણે ઉપયોગ કર. ” વિક્રમ સમજી ગયા અને તેણે. તે દાન સાધારણ
ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org