Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
૨. મૂળકારને પરિચય
૭૫ આ ત્રણે સાધનને આભારી છે: (૧) પ્રબંધ, (૨) ઉલ્લેખે અને (૩) સ્વકૃતિઓ.
દિવાકરના જીવનને સ્પર્શ કરનાર પાંચ પ્રબધે અત્યારે અમારી સામે છે; તેમાં બે લખેલા અને ત્રણ છપાયેલા છે. લખેલમાં એક ગદ્યબદ્ધ અને બીજો પદ્યબદ્ધ છે. ગદ્ય પ્રબંધ ભદ્રેશ્વરની “કથાવલિ'માંને હેઈ, લગભગ દસમા અગિયારમા સૈકા જેટલો જૂનો છે. પદ્યપ્રબંધનો લેખક કે તેને સમય અજ્ઞાત છે, તેમ છતાં તે વિ. સં. ૧૨૯૧ પહેલાં
ક્યારેક રચાયો છે એ તે નિશ્ચિત છે. કારણ કે ૧૨૯૧ ની લખેલી તાડપ્રત્રની પ્રતિમાં તેને ખંડિત ઉતારો ૩૩ મળે છે. બન્નેમાં ગદ્યપ્રબંધ પ્રમાણમાં ટૂકે છે. પઘપ્રબંધમાં ગદ્યમાં આવેલી બાબતે વિસ્તારપૂર્વક વર્ણવાયેલી છે અને તેમાં થોડીક હકીકત વધારે પણ છે. એકંદર એ બનેમાં ગદ્યપ્રબંધ જૂન લાગે છે, અને તેને આધારે પદ્યપ્રબંધની રચના થઈ હોય એમ લાગે છે. છપાયેલા ત્રણે પ્રબંધો લગભગ ૭૫ વર્ષ૩૪ જેટલા વખતમાં છેડે થેડે અંતરે રચાયેલા “પ્રભાવક ચરિત્ર, પ્રબંધચિંતામણિ” અને “ચતુર્વિશતિપ્રબંધમાં આવે છે. સમયની દૃષ્ટિએ પ્રભાવક ચરિત્રમાંને પ્રબંધ લિખિત ઉક્ત બે પ્રબંધ કરતાં અર્વાચીન છે. તેમ છતાં તેનું મહત્ત્વ વિશેષ હેવાનાં ત્રણ કારણો છે. પહેલું એ કે તે પ્રબંધમાંની કેટલીક હકીકત પ્રબંધને અંતે સૂચવ્યા મુજબ એક જીર્ણ અને પ્રાચીન મઠની પ્રશસ્તિમાંથી લેવામાં આવી છે. બીજું
૩૩. તાડપત્રીય પ્રતિના અંતને ઉલ્લેખ–
इति तत्काल कविवादिगजघटापंचवक्रस्य ब्रह्मचारीति ख्यातबिरुदस्य श्रीबप्पभट्टिसूरेः कथानकं समर्थितम् ॥ छ ॥ छ ॥ संवत् १२९.१ वैशाख वदि ११ सोमे पुस्तिका लिखिता ॥ छ । शुभं भवतुं | છા છે.
૩૪. આ ત્રણે પ્રબંધને રચના-સમય અનુક્રમે આ પ્રમાણે છે :વિ. સં. ૧૩૩૪, ૧૩૬૧, ૧૪૦૫. આ માટે તે તે ગ્રંથને અંતભાગ છે.
૩૫. “પ્રભાવકચરિત્ર” – વૃદ્ધવાદિપ્રબંધ શ્લોક ૧૭૭–૧૭૯, ૧૮૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org