Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
સામતિ પ્રકરણ શ્લેક સમંતભદ્રની કૃતિમાં છે તે ઉપરથી કાંઈ પણ સમય પરત્વે અનુમાન દેરી શકાતું નથી. આ બીજે પણ એક પ્લેક બનેને નામે ચડેલ મળે છે. ૨૮ - આ રીતે આ બન્ને વાંધાઓને નિકાલ થઈ શકે છે અને તેથી સિદ્ધસેન દિવાકરને વિક્રમના ચેથા-પાંચમા સૈકામાં મૂકવામાં કાંઈ હરકત દેખાતી નથી. તે સિદ્ધસેનનો એ જમાનો હિન્દુસ્તાનના ઇતિહાસમાં ગુપ્તયુગ તરીકે જાણું છે. આ યુગ સંસ્કૃત સાહિત્ય અને ભાષાના પુનરુત્થાનને યુગ છે. સિદ્ધસેન પહેલાંના જન ગ્રંથ મેટા ભાગે પ્રાકૃતમાં હતા. દિવાકરની ઉપલબ્ધ કૃતિઓને મેટ ભાગ સંસ્કૃતમાં છે, તેમજ તેમના વિષેની કથાઓમાં જન આગમના સંસ્કૃતમાં અનુવાદ કરવાના તેમના પ્રયત્નો કર ઉલ્લેખ છે. આ હકીકત આ સમય સાથે બરાબર બંધ બેસે છે. આખા દેશમાં સંસ્કૃતનું પુનરુત્થાન થાય અને જૈન ગ્રંથે પ્રાકૃતમાં રહે, એ આ બ્રાહ્મણજાતીય જન ભિક્ષુને ન રુચે એ સ્વાભાવિક છે. પણ રૂઢિ આગળ દિવાકરનું કાંઈ બહુ ચાલ્યું નહિ હેય, એમ એમનાં કથાનકે ઉપરથી ભાસે છે.
૨. જીવનસામગ્રી પિતાના જીવનવૃત્તાંત વિષે દિવાકર સિદ્ધસેને પોતે કાંઈ લખ્યું હોય અગર તે વિષે તેમના સમસમયવતી કે તેમની પછી તરત જ થનાર કેઈ વિદ્વાને કાંઈ લખ્યું હોય તેવું કાંઈ સાધન હજી મળ્યું નથી. તેમના જીવન વિષે જે ડી કે ઘણી અધૂરી કે પૂરી, સંદિગ્ધ કે નિશ્ચિત માહિતી મળે છે અગર મેળવી શકાય તેમ છે, તે મુખ્યપણે
२८ नयास्तव स्यात्पदलाञ्छना इमे रसोपविद्धा इव लोहधातवः । - મવસ્યમિત થતતત મવતમાર્યો: પ્રતા હિતષિr: ..
આ શ્લોકને સન્મતિટીકાકાર અભયદેવે (પૃ૦ ૭૬૧) સિદ્ધસેનને કહ્યો છે. અને “સ્યાદ્વાદમ જરી'ના કર્તા મહિલેણે (પૃ. ૨૨૮) સમંતભદ્રનો કહ્યો છે.
૩૨. જુઓ આગળ આવતા પ્રબંધના સારમાં પૃ૦ ૮૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org