Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
૨. મૂળકા પરિચય પ્રમાવિનિયર્િ ” (“ન્યાયાવતાર' લેક ૬) ઇત્યાદિ દ્વારા પ્રત્યક્ષના અબ્રાન્તપણાનું વિધાન કેની સામે કર્યું છે, એ એક સવાલ છે. ધર્મકીર્તિની સામે તે તે વિધાન નથી જ. કારણ કે ધર્મકીતિ તે પ્રત્યક્ષને અબ્રાન્ત માટે જ છે એટલે એ વિધાન બીજા કોઈની સામે છે એ તો નિર્વિવાદ છે. બીજા કઈ એટલે ધર્મ કીતિથી ભિન્ન કે જેઓ પ્રત્યક્ષમાં અબ્રાન્તપણું ન માનતા હોય તેઓ.
એવા બૌદ્ધ વિદ્વાને તેમના ઉપલબ્ધ ગ્રન્થ દ્વારા આજે આપણે સામે વસુબંધુ, દિનાગ અને શંકરસ્વામી છે. પ્રત્યક્ષને અબ્રાન્ત ન માનનાર વિદ્વાને એટલે વિજ્ઞાનવાદી બૌદ્ધો અને પ્રત્યક્ષને આત્તિ વિશેષણ લગાડનાર એટલે સૌત્રાતિક બૌદ્ધો. તેથી એકંદર એમ ફલિત થાય છે કે, સિદ્ધસેને સૌત્રાતિક અને વિજ્ઞાનવાદી બન્ને પ્રકારની બદ્ધ તર્કપરંપરા સામે પ્રમાણુ વિષે પિતાનાં વિધાને મૂક્યાં. ધમકીતિ પહેલાં પણ સૌત્રાતિક તક પરંપરા હતી, એ બાબત આપણે પાછળ કહી ગયા; એટલે બીજ પ્રમાણેથી સિદ્ધસેનનું ધર્મકતિ કરતાં પૂર્વવતીપણું સાબિત થઈ શકતું હોય, તે એમ જ કહેવું પ્રાપ્ત થાય છે કે સિદ્ધસેને અનુમાન અને પ્રત્યક્ષમાં કરેલાં વિધાને ધમકીર્તિના પૂર્વવત સૌત્રાતિક અને વિજ્ઞાનવાદી બૌદ્ધ તાકિને લક્ષીને જ છે, ધમકીર્તિને લક્ષીને નહિ.
ન્યાયાવતારને “ગાતોપમનુષ્યમ્” ઈત્યાદિ નવમે શ્લેક સમંતભદ્રના રત્નકરંડક શ્રાવકાચારમાં આવે છે તે ઉપરથી પં. જુગલકિશારજી એવા અનુમાન ઉપર આવે છે કે, તે શ્લેક સિદ્ધસેન દિવાકરે સમંતભદ્રના ગ્રંથમાંથી લીધેલ છે. તેમની મુખ્ય દલીલ તે શ્લોકનું ચાલુ સંદર્ભમાં ઔચિત્ય છે કે નહિ તે ઉપર રચાયેલી છે. “ન્યાયાવતારમાં તે શ્લેક બરાબર સ્થાને છે એમ અમને વિષય તપાસતાં લાગે છે. તેથી જ્યાં સુધી વધારે ચોક્કસ પ્રમાણ મળે નહિ, ત્યાં સુધી બહુ તો એટલું જ કલ્પી શકાય કે સમંતભક અને સિદ્ધસેન દિવાકર બન્નેએ તે શ્લોક કદાચ કોઈ એક ત્રીજા સ્થાનમાંથી લીધો હોય. આથી આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org