Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
૨. મૂળકારનો પરિચય સિદ્ધસેન દિવાકરના ઉપગાભેદવાદની સમાલોચના કરી છે, અને તેથી સિદ્ધસેન દિવાકર જિનભદ્રગણિ કરતાં પૂર્વતર છે, એમ કહેવું જોઈએ.
વળી મલ્લવાદીના “દ્વાદશાનયચક્રના વિનષ્ટ ભૂલનાં જે પ્રતીક તેના વિસ્તૃત ટીકાગ્રંથમાં મળે છે, તેમાં દિવાકરનું સૂચન છે, પણ જિનભદ્રમણિનું સૂચન નથી. એટલે મલવાદી જિનભદ્રગણિ કરતાં પહેલાં થયા છે એમ ફલિત થાય છે. તો પછી મલવાદી જેના ગ્રંથ ઉપર ટીકા લખે તે સિદ્ધસેન દિવાકર તો તેમના કરતાં પણ પૂર્વતર હોવા જોઈએ.
આમ સિદ્ધસેનને વિક્રમની ચોથી સદીના અંતમાં કે વિક્રમની પાંચમી સદીની શરૂઆતમાં ગણવાનું અત્યારે ઉપલબ્ધ સાધને જોતાં પ્રાપ્ત થાય છે.
પણ સિદ્ધસેન દિવાકરને વિક્રમની થી-પાંચમી સદીમાં ગણવા સામે બે મુખ્ય વાંધાઓ લેવામાં આવ્યા છે. એક વાંધા પ્રો. યાકેબી૧૬ અને પ્ર. વૈદ્યને છે, અને બીજો ૫. જુગલકિશોરને ૧૭ છે. બંને વાંધાઓ માટે સામગ્રી સિદ્ધસેન દિવાકરના “ન્યાયાવતારમાંથી લેવામાં આવી છે.
“ન્યાયાવતાર'ના ૪ થી ૭ શ્લોકમાં પ્રમાણોની ચર્ચા આવે છે. તેમાં શ્લોક પાંચમામાં ગ્રાન્ત૧૮ અને લેક છઠ્ઠામાં ૧૯ ગ્રાન્તપદ છે. પ્રો. યાકેબી અને તેમના મતના ઉપજીવી પ્રો. વૈદ્ય આ શ્લેકમાં આવતા ગ્રાન્ત અને પ્રાન્ત શબ્દો ઉપર ખાસ ધ્યાન ખેંચે છે. તેઓનું એમ માનવું છે કે પ્રમાણુની વ્યાખ્યામાં ગ્રાન્ત શબ્દને પ્રથમ ઉપયોગ કરનાર બૌદ્ધ આચાર્ય ધર્મકીર્તિ છે. ધર્મકીર્તિએ “પ્રમાણસમુચ્ચય'ના
૧૬. “સમરાઈશ્ચકહા? પ્રસ્તાવના પૃ. ૩. ૧૭. જુઓ “સ્વામી સમતભદ્ર” પૃ૦ ૧૨૬-૧૩૩ ૧૮. સામાનં તવસ્ત્રાન્ત પ્રમાવાત્ સમક્ષવત્ | બ | ૧૯. ને પ્રત્યક્ષમfજ ગ્રાન્ત પ્રમાવિવનિષા |
भ्रान्तं प्रमाणमित्येतद् विरुद्धं वचनं यतः ॥ ६ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org