Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
૧૬,
સન્મતિ પ્રકરણ આવેલી વીલ શ્રાવિકાએ સં. ૧૪૪૭માં ગુરુ દેવસુંદરસૂરિના ઉપદેશથી આ પ્રતિ લખાવી” એવો ઉલ્લેખ છે. આ પ્રતિ લખાઈ છે તો સં. ૧૪૪૬ ના ફાગણ મહિનામાં પણ સાત આઠ મહિને પછી જ્ઞાનખાતામાં પિસા ભરીને એ શ્રાવિકાએ આ પ્રતિ પોતાના ગુરૂને વહરાવી હોય એવો કદાચ સં ૧૪૪૭ વાળા ઉલ્લેખને ભાવ હેય. બધી પ્રતિઓમાં વધારે શુદ્ધ આ પ્રતિ છે. તેમાં કેટલેક ઠેકાણે કોઈએ સુધાર્યું પણ છે અને ટિપણે પણ કર્યા છે. કમનસીબે આ પ્રતિ સન્મતિના આરંભથી નથી મળી, પણ પ્રસ્તુત મુદ્રિત પુસ્તકના ૩૯૪ મા પાનાની ૧૪ મી પંક્તિના રથ શબ્દથી આ પ્રતિની શરૂઆત થાય છે. જે પ્રતિ પહેલેથી જ મળી હોત, તે સંપાદનમાં ઘણી વધારે સરળતા થાત. પ્રતિની અંદર લહિયાની જે પુપિકા છે, તે નીચે આપવામાં આવે છે –
सं० १४४६ वर्षे फागुण सुदि १४ सोमे भट्टारकश्रीसोमतिलक• सूरिगुरूणां भण्डारे महं ठाकुरसीहेनालेखि ।
ए ०॥ प्राग्वाटज्ञातीय सा० पोषासुत सा० महणाभार्या स० गोनीपुत्र्या विहितश्रीयात्रादिबहुपुण्यकृत्य सं० हरिचन्दपितृ सा० पारसभागिनेय्या वील्लभाविकया भट्टारकप्रभुश्रीदेवसुंदरसूरिगुरुणामुपदेशेन अभयचूलाप्रवतिनीपदस्थापनाश्रीतीर्थयात्राद्यर्थं समागत सं० हरिचन्देन सह प्राप्तया श्रीस्तम्भतीर्थे सं० १४४७ वर्षे संमत्तिपुस्तक लेखितमिति भद्रं श्रीसंधाय॥
લહિયાની પુષ્પિકામાં લખેલું છે કેઃ મહં–મહેતા ઠાકુરસી-ઠાકરશાએ ૧૯૪૬ ની સાલના ફાગણ સુદ ૧૪ ને સોમવારે ભટ્ટારક શ્રી સમિતિલક સૂરિ૧૩ ગુરુના ભંડારે–ભંડારને માટે આ પ્રતિ લખી છે.
૧૩. વીરવંશાવલીની હકીક્ત પ્રમાણે મહાવીર સ્વામીની ૪૮ મી પાટ ઉપર સંમતિલકસૂરિ આવે છે, જે ચૌદમા અને પંદરમા સૈકાની વચ્ચેના છે. જેમના ભંડાર માટે આ પ્રતિ લખાઈ છે, તેઓ કદાચ આ આચાર્ય હેય. વધારે વિગત માટે જુઓ વીરવંશાવલીમાં આવેલી ૪૮ મી પાટની હકીકત (જૈન સાહિત્ય સંશોધક પુત્ર ૧, અંક ૩.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org