Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
૨. મૂળકારનો પરિચય તેમાંના પહેલા ઉલ્લેખને ભાવ એ છે કે, “સિદ્ધિવિનિશ્ચય, સન્મતિ વગેરે દર્શનપ્રભાવક શાને શીખનાર સાધુ કારણવશ જે યતનાથી અકલ્પિત વસ્તુનું સેવન કરે, તે તે એ બાબતમાં શુદ્ધ જ છે. અર્થાત તેને અકલ્પિતસેવન માટે પ્રાયશ્ચિત્ત નથી આવતું.”
સન્મતિને લગતા બીજા ઉલ્લેખને ભાવ એ છે કે, “દર્શનપ્રભાવક શાસ્ત્રો જેવાં કે સન્મતિ વગેરે, એ શ્રુતજ્ઞાનમાં જે વિશારદ હોય તે ઉત્તમાર્થ (અનશન)ને પ્રાપ્ત કરેલ સાધુ જે ક્ષેત્રમાં રહ્યો હોય, તે ક્ષેત્રમાં વિરેધી રાજય હોય છતાં સૂત્રને વિચ્છેદ ન થાય તેટલા માટે શીખવા જવું પડે, તે જવાની છૂટ છે.”
ત્રીજે ઉલ્લેખ સિદ્ધસેનને લગતો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, “જેમ સિદ્ધસેન આચાર્યો “નિપ્રાભૃત” આદિ વડે ઘોડા બનાવ્યા.” બતાવે, તે એક પ્રકારની ગુરુની અવજ્ઞા છે.” ચૂણિમાં આચાર્ય સિદ્ધસેન ઉપર આ જાતની અવજ્ઞા કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે અને એને ભાવાશાતના કહેવામાં આવી છે. ચૂર્ણિકાર આ આશાતનાનું સ્વરૂપ સમજાવી તેના ઉદાહરણ તરીકે આચાર્ય સિદ્ધસેનને મૂકે છે, અને કહે છે કે, “સિદ્ધસેને એક જ સૂત્રને જુદી જુદી જાતને બીજો અર્થ વિક૯.” સંદર્ભ જોતાં એમ સ્પષ્ટ માલુમ પડે છે કે એક જ સૂત્રને ભિન્ન અર્થ કરનાર આચાર્ય સિદ્ધસેન સિવાય બીજો કોઈ જાણતો નથી. એથી ચૂર્ણિકારનું સ્થાન સિદ્ધસેને પોતાના ઉપયોગાભેદવાદને લક્ષીને સૂત્રના જે અર્થાતરો કર્યા છે, તેને જ બરાબર બંધ બેસે છે. આ ઉલ્લેખ ઉપરથી પણ સિદ્ધસેનના ઉપર પ્રમાણે નિત કરેલા સમયને મજબૂત ટેકો મળે છે. ચૂર્ણિકાર પ્રાય: જિનદાસ જ
હશે, અથવા બીજે કઈ હેચ તે તે પણ તેનાથી અર્વાચીન તો નહીં જ. 'હેય. ચૂણિનો અક્ષરશઃ ઉલ્લેખ આ પ્રમાણે છે –
__ अणुट्ठाए निविट्ठाए चैव, अभिन्ना ण ताव विसरति, अवोच्छिण्णा जावं एक्को वि अच्छति, तमेव त्ति जो आयरिएण अत्थो कहितो दोहिं ते(ती)हिं चउहि वा; जहा सिद्धसेणायरितो तमेवाधिकारं विकल्पयति, अयमपि प्रकारो तस्यैवैकस्य सूत्रस्यैवंगुणजुत्तो, भावआसादणा भवति ।।
" – રીવૂf ૪૦ . ૨૬,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org