Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
પ્રતિઓને પરિચય બે માત્રા હોય ત્યાં જ માથે એક માત્રા કરવાની પદ્ધતિ આ લિપિમાં છે. આને બાબર નમૂને જેવો હોય તો વર્તમાન બંગાળી ભાષાની લિપિપદ્ધતિ જેવી જોઈએ. કડિકા–પેરેગ્રાફ–વગેરેને વિભાગ જેમ આપણે બીજાં મુદ્રિત પુસ્તક જોઈએ છીએ કે કરીએ છીએ તેમ કઈ પ્રતિમાં હેત નથી. તેમાં બધું એકધારું જ લખેલું હોય છે, પણ જયાંથી કઈ ખાસ બાબતની શરૂઆત થતી હોય અને જ્યાં તે પૂરી થતી હોય ત્યાં બંને ઠેકાણે લહિયાઓએ આદિ અને અંત ભાગ લાલ શાહીથી રંગેલ હોય છે, અથવા સમાપ્તિ માટે ક જેવું નિશાન કરેલું હોય છે, અથવા આગળ પાછળ છે આમ બે દડે મૂકેલા હોય છે. કઈ જગ્યાએ અવતરણોની શરૂઆતને ભાગ પણ લાલ શાહીથી રંગેલો હોય છે. એવી રીતે રંગ કરીને લેખન વિભાગ કઈ કઈ પ્રતિમાં બતાવેલ હોય છે. જે પ્રતિ મૂડ હોય છે તેમાં મૂળ અને ટીકાન વિભાગ અક્ષરે. એક સરખા હોવાને લીધે જોતાં વે ત જ જણાતો નથી; પણ ત્રિપાઠ કે પંચપાઠની પદ્ધતિએ લખાયેલ પ્રતેિમાં મૂળભાગ ક્યાં છે તે તુરત જ જણાઈ જાય છે. લહિયાઓને જ્યાં એકવું મુશ્કેલ હોય છે ત્યાં ઘણેખરે ભાગે છેકવા જેટલા અંશ ઉપર હડતાલ ભૂસી દેવામાં આવે છે. પુસ્તકે ઉપાડવાની સગવડ લક્ષમાં રાખીને તેને આડા-પાનાના આકારમાં કરવામાં આવે છે. આ વાત થઈ પ્રાચીન લેખનશૈલીની. :
અમારી મુદ્રણપદ્ધતિના સંબંધમાં દરેક ભાગના વક્તવ્યમાં સવિસ્તર લખાઈ ચૂક્યું છે. હાલ જે છેલ્લામાં છેલ્લી ઢબે પુસ્તકનું સંશોધન અને મુદ્રણ થાય છે તે ઢબને આ મુદ્રણમાં સ્થાન આપવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. એટલે કે મૂળ ટીકાન વિભાગ, ટીકામાં પણું કઠિકાઓને વિભાગ, મોટી મેટી કડિકાઓમાં સંબંધને વિભાગ, પ્રત્યેક ગદ્ય કે પદ્ય અવતરણોને વિભાગ અને તે અવતરણ મૂળ ક્યા પુસ્તકનું છે તેની સમજ વગેરે બધું આ મુદ્રણમાં આપવામાં આવ્યું છે. વાકયોનો વિભાગ અલ્પવિરામ, અર્ધવિરામ અને પૂર્ણવિરામ-દંડદ્વારા કરવામાં આવેલ છે. આ દંડને ઉપગ તો જૂની પ્રતિમાં પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org