Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
૧. પ્રતિએને પરિચય
૫૫ જેટલી પ્રતિઓ ભિન્ન ભિન્ન પરંપરાની જણાય, તે બધી પ્રતિઓમાંનાં પાઠાંતરે મૂળ ગ્રંથની નીચે પાઠાંતરને અંશ સમજાય તે રીતે વ્યવસ્થાપૂર્વક મૂકવાં જ જોઈએ. આમ થાય તે જ ગ્રંથ સંપાદન કર્યાનું કામ કર્યું કહી શકાય; અન્યથા એટલે એકાદ પ્રતિમાં જેવું મળ્યું તેવું છપાવી દેવું, પાઠાંતરે વિષે કાળજી ન કરવી અને ગ્રંથના અર્થની સમજ માટે કરવા જેવા વિભાગ તરફ દુર્લક્ષ્ય કરવું, આ બધું ગ્રંથનું સંપાતન છે.
કેટલાય ગ્રંથે અમે એવા પણ જોયા છે જ્યાં મૂળ અને ટીકા સાથે હોય છે; પણ ખૂબી એ હોય છે કે મૂળમાં પાઠ કાંઈ હોય અને ટીકામાં મૂળના શબ્દો બીજા જ કાંઈ હેય. આ વિષે સંપાદક કશે જ વિચાર કર્યો નથી હોતો. ગ્રંથને છપાવીને સુલભ કરે એ જુદી વાત છે અને તેનું સંપાદન કરવું એ જુદી વાત છે. વળી કેટલાય ગ્રંથમાં નર્યા પીઠાંતરેની જ ભરમાર હોય છે, તેમાં ક્રમપૂર્વક કશું જ વર્ગીકરણ નથી હોતું. આ પદ્ધતિ પણ પાઠાંતર ન મૂકવાની પદ્ધતિની પેઠે ઉચિત લાગતી નથી. કદાચ આ પદ્ધતિ અર્થ તરફ બહુ લક્ષ્ય ન રાખવાથી ચાલુ થયેલી હોય. વર્તમાનમાં છપાવવું અને સંપાદન કરવું એ બંને પર્યાયવાચક જેવા થઈ ગયા છે. ગમે તે હે, પણ ગ્રંથના સંપાદકેને અમે વિનંતિ કરીએ છીએ કે, છેવટે ભલે તેઓ બીજું કશું ન કરે પણું વર્ગીકરણપૂર્વક વ્યવસ્થિત પાઠાંતરે મૂકવાની તસ્દી તેઓ લે, તો તે પાઠાંતરની દૃષ્ટિ સમજવાને કોઈ અભ્યાસી જરૂર તૈયાર થવાનો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org