Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
સન્મતિ પ્રકરણ ભરમાતો નથી તેમ મુંઝાતો નથી. આ દષ્ટિને લક્ષ્યમાં રાખીને અમારા છેક પાછલા ભાગમાં નિશાનેનો ઉપયોગ ઘણો ઓછો કર્યો છે. અમને તે ઉચિત લાગે છે કે, જે સંપાદકે અવ્યયવાળી પ્રાચીન પદ્ધતિને ઉદ્ધાર કરે, તે સંપાદકના, વાંચનારના અને ભણનારના ભાષાજ્ઞાનના અભ્યાસમાં અને સમાજમાં જરૂર વધારે થશે અને ચિહ્નોનું પુનરુક્તિ જેવું વ્યર્થ બાહુલ્ય અટકશે. '
મુદ્રણશેલીમાં આ ઉપરાંત એક બીજું જણાવવાનું છે અને તે એ કે, અમે સ્થળે સ્થળે ભાવ સમજવા માટે કેટલાંક ટિપ્પણી કરેલાં છે, તથા તુલનાત્મક પદ્ધતિને દૃષ્ટિમાં રાખીને બીજા દાર્શનિક ગ્રંથની સાક્ષીઓ અને ઉતારાઓ શબ્દભેદ શૈલીભેદ વગેરેને સમજવાને સારુ આ ભાગોમાં વિના સંકેચે મૂકેલા છે. આ ગ્રંથમાં વેદ-ઉપનિષ ન્યાય અને વૈશેષિક દર્શન, સાંખ્ય અને યોગ દર્શન, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા, જૈન અને બૌદ્ધ, દર્શન, વ્યાકરણ, અલંકાર,
તિષ, વૈદ્યક તથા મહાભારત અને રામાયણ ગ્રંથેનો સમાવેશ થાય છે. એમાંના કેટલાક મુદ્રિત છે અને કેટલાક લિખિત – જેની માત્ર એક જ નકલ છે એવા પણ છે. આ બધી હકીકત ગ્રંથનો અભ્યાસી સ્વતઃ સમજી શકે તેવી છે. એ માટે જુદાં જુદાં પરિશિષ્ટ પણ આપેલાં છે.
૯પાઠાંતરેની યોજના અને તેમને ઉપયોગ પ્રસ્તુત મુદ્રણમાં દરેક પાને ઉપલબ્ધ થયેલાં આવશ્યક પાઠાંતરે મૂકેલાં છે. પાઠાંતરે મૂકવામાં અર્થસાદશ્ય અને શબ્દશુદ્ધિ ઉપર લક્ષ્ય રાખવામાં આવ્યું છે. એટલે કે જે મૂળ પાઠનું પાઠાંતર તે મૂળ પાઠ સાથે અર્થશઃ મળતું હોય, અથવા તે અર્થશઃ મેળવી શકાતું હોય તેને પહેલું મૂકવામાં આવ્યું છે. પહેલા પછીનાં પાઠાંતરે પણ ન્યૂનધિક ભાવે સાર્થસાદૃશ્ય પ્રમાણે ગોઠવવામાં આવ્યાં છે, અને જ્યાં અર્થસાદશ્ય જરા પણ ન દેખાતું હોય તે પાઠ પણ શબ્દશુદ્ધ હોય તો તેને પાઠાંતર તરીકે મૂકેલે છે. પણ જે પાઠો અર્થ અને શબ્દની દૃષ્ટિએ સર્વથા અશુદ્ધ હતા અને ગ્રંથના શુદ્ધ પાઇને સમજવાને તદ્દન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org