Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
પ્રતિએ પરિચય . શ્રાવિકાવાળી પુષિકામાં લખ્યું છે કેઃ પ્રાગ્વાટ–પરવાડ જ્ઞાતિના શા, ખોખાના દીકરા શા મહણની સ્ત્રી સ૩ – સધવા – સૌભાગ્યવતી ગેનીની પુત્રી અને જે યાત્રાદિ બહુ પુણ્ય કરનાર સંધવી હરિચંદના પુત્ર શા પારસની ભાણેજ એવી તથા જે અભયચૂલા સાધ્વીના પ્રવર્તિની પદના ઉત્સવ નિમિત્તે અને તીર્થયાત્રા નિમિત્તે સંધવી હરિચંદની સાથે સ્તંભતીર્થ–ખંભાતમાં આવેલી હતી એવી વીલ શ્રાવિકાએ દેવસુંદરસૂરિ૧૪ ગુરુના ઉપદેશથી આ સન્મતિનું પુસ્તક લખાવ્યું છે. સંઘનું કલ્યાણ થાઓ. લઘુ તાડપત્રની પ્રતિ વચ્ચે વચ્ચે ત્રુટક છે અને તેનાં છેલ્લાં
ઘણાં પાનાં ઉપલબ્ધ નથી; એથી એની ચોક્કસ ૪૦ પ્રતિ સાલ વિષે કાંઈ કહી શકાતું નથી, તો પણ તેની .
લિપિ અને તાડપત્રનાં પાનાં ઉપરથી એમ જણાય છે કે એ પ્રતિ કદાચ ૦ કરતાં વધારે જૂની હોય. એ પ્રતિના એક છેવટના કેરા પાનામાં પૂJશ્રી મુને સોમસૂરિવિનયર ને એટલું લખેલું મળે છે, એથી આ પ્રતિ કેઈસમસૂરિના જમાનાની છે; અથવા વૃ૦ પ્રતિવાળા સમિતિલકસૂરિ અને સેમસૂરિ કદાચ એક જ વ્યક્તિ હૈય, તે આ પ્રતિ ઉપર પણ તેમની માલિકી થઈ હોય. આ પ્રતિનાં ઉપલબ્ધ પાનાં ૧ થી ૧૮૭ સુધી છે. પ્રતિની શરૂઆત ૧૦ પ્રતિની પિઠે જ થયેલી છે. દરેક પાનાની લંબાઈ ૨૧ આંગળ છે, અને પહોળાઈ રા આંગળ છે. બધાં પાનાં લંબાઈ અને પહોળાઈમાં લગભગ સરખાં છે. પ્રત્યેક પાનામાં ૬ થી ૭ પંક્તિઓ છે. આનો લખવાનો વિભાગ વૃ૦ પ્રતિના જેવો જ છે. આનાં પાનાં જરા બરડ અને ખરટ છે એથી એ હલકા
૧૪. ઉપર્યુક્ત સેમતિલકના શિષ્ય દેવસુંદરસૂરિ મહાવીર સ્વામીથી ૪૯ મી પાટે આવે છે એ વાત વીરવંશાવલીમાં જણાવેલી છે. વીલ શ્રાવિકાએ પોતાના ગુરુ તરીકે જણાવેલા શ્રી દેવસુંદરસૂરિ તે આ જ આચાર્ય હોય એમ લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org