Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
સન્મતિ સારણ એ લહિયાઓના પરિશ્રમની જે આપણે કાંઈ કિંમત ગણતા હોઈએ, તે રાષ્ટ્રીય દષ્ટિ મુખ્ય રાખીને પણ એ લહિયાઓએ લખેલા સાહિત્યને પુનરુદ્ધાર કરવા દેશની દૃષ્ટિ જરૂર જવી જોઈએ અને તે લહિયાઓના વારસે જે આજે લેખન વ્યવસાયને અભાવે હેરાન થઈ પિતાની અત્યુત્તમ લેખનકળાને છેડતા જાય છે, તે તરફ પણ રાષ્ટ્ર નજર કરવી જોઈએ અને શુદ્ધ લેખનને ઉત્તેજવું જોઈએ.
૭. વાંચનારા અને ભણનારાઓએ કરેલા સુધારાવધારા આ સન્મતિવૃત્તિ જેવા મેટા ગ્રંથનું સાંગોપાંગ અધ્યયન કરનારા અને એને ‘અક્ષરશઃ સમજીને વાંચનારા ઘણા વિરલ અભ્યાસીઓ જ થયા હોવા જોઈએ. એથી જ કરીને વાંચનારા ભણનારા દ્વારા એમાં થવા જોઈએ એવા સુધારાવધારા થયા નથી. બહુ બહુ તે કેઈ અભ્યાસી એમાં કેઈક કંઈક શબ્દનાં ટિસ્પણ કરે છે અને પાઠાંતર મૂકે છે, કેઈક જગ્યાએ અન્વયસૂચક અંકે મૂકે છે, કોઈક જગ્યાએ સમાસ સૂચવવાને અંકે મૂકે છે અને પદાન્તસ્થ એકાર
કાર પછી થતા અકારના લેપને સ્થાને જેમ અવગ્રહનું નિશાન પ્રસિદ્ધ છે, તેમ સંધિમાં સમાઈ જતા કારને અને ઉકારને સ્પષ્ટ કરવા, જુદાં જુદાં નિશાન મૂકે છે; કેટલીક જગ્યાએ પદછેદ કરવા માટે પણ ચિહ્નો કરેલાં છે, કેટલીક જગ્યાએ વૃત્તિમાં અવતરણ રૂપે આવેલા શ્લોકના અર્ધા ભાગને પૂરો કરવા અથવા તે બ્લેક મૂળ કેને છે તે સૂચવવા અને કેટલીક લૌકિક ન્યાય જેવી અધૂરી ઉક્તિઓને પૂરી કરવા પ્રયત્ન કરવામાં આવે છે. આ સિવાયના બીજા સુધારાવધારા અમારી પાસેની પ્રતિમાં નથી.
' જે આ પુસ્તક ઘણાઓના અભ્યાસમાં આવ્યું હોત અને એના ઉપર વાંચનારાઓએ ખૂબ ચર્ચા કરી હત, તે એમાં બીજા ઘણા સુધારાવધારાને અવકાશ હત; એટલે કે એમાં જે જે મતોનો બહુ સંક્ષેપમાં ઉલ્લેખ આવે છે તે વિષેની વિગત અભ્યાસી ઉમેરી શક્ત; જે જે.અવતરણે આપ્યાં છે તે અવતરણ કયા ગ્રંથના કયા પ્રસંગનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org