Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
૪૦
સુસતિ પ્રકરણ લહિયાએ પાને પાને અનેક અશુદ્ધિઓ કરેલ છે. અમે ઉપયોગમાં લીધેલી ઘણું ખરી પ્રતમાં આવી અશુદ્ધિઓને પાર નથી. બીજું ઘણું જગ્યાએ ઉપર કે નીચે કઈ કઈ સરખે સરખા શબ્દો કે અક્ષર, હોવાને લીધે લહિયાએ વાકયેનાં વાક અને પંક્તિની પંક્તિ જ પડતી મૂકી છે. એટલે કે પાનાની પહેલી પંક્તિમાં તુ શબ્દ હોય અને એ જ તુ શબ્દ પાનાની પાંચમી પંક્તિમાં હોય, તે લહિયે વચમાં ઊઠવાના કારણને લીધે કે શરતચૂકને લીધે પહેલી પંક્તિનો તુ શબ્દ લખી પાંચમી પંક્તિ પછીના તુ શબ્દથી ચાલતું લખાણું શરૂ કરી દે છે. અર્થાત લખતાં લખતાં વચ્ચેની ચાર પંક્તિઓ પડી જાય છે. આ રીતે પ્રસ્તુત પુસ્તકની પ્રતિઓમાં ઘણું પાઠો પડી ગયેલા છે. જેમકેसंवेदनाभ्युपगमप्रसङ्गात् तथाभ्युपगमाददोष सावा वायने पहले संवेदनाયુપામતોષ આ પ્રમાણે લખેલું છે (૬૦ ૭૨); અને ક્યાંય ક્યાંય ઉપર્યુક્ત કારણોને લીધે બેવડા પાઠ પણ લખાઈ ગયા છે. જેમકેसर्वविकल्पातीतं सविकल्पमिव आने मी सर्वविकल्पातीतं सविकल्पातीतं સવિત્પમિત્ર આ પ્રમાણે લખાયું છે (૬૦ ૪૨૮). આ રીતે છૂટી ગયેલા અને બેવડાઈ ગયેલા લાંબા લાંબા પાઠ ઘણું આપી શકાય એમ. છે, પણ અહીં તે માત્ર નમૂન જ મૂક્યો છે.
લખેલી પ્રતમાં કેઈ કઈ પાનાંના આજુબાજુના હાંસિયામાં કે તેની ઉપર નીચેની ખાલી જગ્યામાં વાંચનારાઓ ક્યાંય ક્યાંય પર્યા ' મૂકે છે, ટિપણે કરે છે અને ક્યાંય પાઠાંતરે લખે છે. લહિયાઓ
આ બધા વિભાગ ન સમજતા હોવાથી એ હાંસિયાને કે આજુબાજુના ભાગને ચાલુ ગ્રંથ સમજી તેમાં ભેળવી દે છે. આને લીધે પ્રસ્તુત ગ્રંથમાં એવાં કેટલાંક ટિપ્પણે પસી ગયાં છે, જેમની યાદી તે તે જગ્યાએ આપવામાં આવી છે કે પાઠાંતરે આપીને સમજાવેલી છે. તે માટે જુઓ ૬૦ ૨ ૦ ૨૨, g૦ ૭૬ દિ૦ ૭, પૃ. ૨૨ દ૦ ૭ વગેરે..
- આ સિવાય કઈ કઈ જગ્યાએ લહિયાઓના અજ્ઞાનથી એવા નિરર્થક શબ્દનું ભરણું થયું છે કે જેને લીધે પદ્ય ભાગ ગદ્ય જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org