Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના II 28 પાણી (હાથ), વાણી અને નેત્ર નિષ્ફળ જ છે. હે નાથ ! જેણે મન, વચન, કાયાએ કરી નાથપણે તારું આરાધન નથી કર્યું તે જીવો આધિ, વ્યાધિથી વિધુર (દુઃખિયા) થઈ ઘણુ કાળપર્યત દુસહ દુઃખો સહન કરે છે. હે પ્રભુ! આ દેહનું જે થવાનું હોય તે થાઓ. આ અવસરે તું જ મારે માતા, પિતા, બંધુ, પ્રભુ, ગુરુ અને શરણભૂત છે. તારા પ્રત્યે જ હું એકાગ્ર ચિત્તવાળી છું. હે દેવેન્દ્રમનીંદ્ર-નમિતચરણકમળમુનિસુવ્રતસ્વામી ! મારા અવિનયની ક્ષમા છે કરી, મને જલદી નિવણ સુખ આપે એ જ મારી તારા પ્રત્યે અંતિમ યાચના છે.” આ પ્રમાણે મુનિસુવ્રતસ્વામીની ગંભીર વાકયોથી સ્તવના કરી તે સંદરી મંદિરની બહાર આવી. રાજા મહસેન પણ તેના રૂપમાં આસક્ત થઈ તે ન દેખે તેમ એક બાજુના ભાગમાં છુપાઈ રહ્યો. અને હવે પછી શું થાય છે તે જોવા વિશેષ ઉત્સુક બન્યા. 28|| Ac. Gunratnasuri M.Si Jun Gun Aaradhak Th