Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના તે સંદરીના મુખ ઉપર મખકેશ (ભગવાનની પૂજા કરતી વખતે મુખ, નાસિકા આગળ જે રૂમાલ બાંધવામાં આવે છે તે) હતો. તેણીના હાથમાં સુગંધી પુષ્પ હતા. મંદિરમાં સન્મુખ એક સુંદર શ્યામ વર્ણવાળી મુનિસુવ્રતસ્વામી (વીસમા તીર્થંકર)ની પ્રતિમા હતી તેની તે પૂજા કરતી હતી. પૂજન કર્યા બાદ ઉચિત સ્થાનકે બેસી વિધિપૂર્વક વંદન કરી અત્યંત ભક્તિભાવથી તે જિનનાથની સ્તવના કરવા લાગી. “હે નિર્મળ કેવળજ્ઞાની ! સંપૂર્ણ જ્ઞાનસૂર્યથી ત્રણ ભુવનના મોહાંધકારને હણનાર, મેહરૂપ મહાસુભટને ભેદનાર, મુનિસુવ્રતસ્વામી તું જયવંત રહે. જયવંત રહે. હે કૃપાળુ દેવ ! પુલકિત અંગ અને વિકસિત નેત્રવડે, જેઓએ તારું મુખકમળ કયારે પણ દેખ્યું નથી. તે જીવ દીન, દુઃખિયાં થઈ નિરંતર બીજાનું મુખ દેખ્યા કરે છે. હે પ્રભુ! જેણે ભક્તિપૂર્વક તારા ચરણકમળને નમસ્કાર કર્યો નથી તે જીવો પવનથી ધ્રુજાવેલ વૃક્ષની માફક, બીજા જીવોની આગળ નિરંતર પિતાના મસ્તક નમાવ્યા કરે છે. હે ત્રિભુવન પ્રભુ ! જે મૂઢ પ્રાણીઓએ તારી સેવા નથી કરી, તે જીવ, હાજી, છ સાહેબ, અન્નદાતા, જે હુકમ, વિગેરે બાલતા સામાન્ય મનુષ્યની પણ સેવા કરે છે. હે જગદીશ ! જેણે તારું પૂજન કર્યું નથી, જેણે તારી સ્તવના કરી નથી અને તેને નજરે દીઠે પણ નથી તેનાં ---- Jun Gun Aaradhak P.P. Ac. Gunratnasuri M.S.