________________
૫૦
પ્રબુદ્ધ જીવન : ગાંધી સ્મૃતિ ચિંતન વિશેષાંક
કાની શોધની વાત કરી હતી તેને તત્ત્વાર્થસૂત્ર ગ્રંથમાં પુદ્દગલનો અંતિમકણ કહેવાર્યો છે. તેને વિજ્ઞાન વાર્ક કહે છે. આ પુદ્ગલના અંતિમકાને નીરખવા ભૌતિકશાસ્ત્ર ઉંચા ઉષ્ણતામાનથી માંડીને અણુધડાકા સુધીની વિશાળ શોધ વર્ડ પ્રયાસ કરે છે. જૈન શાસ્ત્રોમાં વિજ્ઞાન છે તે જ પ્રકારે હિન્દુ ગ્રંર્થોમાં પણ વિજ્ઞાનનો મહિમા છે. તૈતરીય ઉપનિષદમાં વિજ્ઞાનને બ્રહ્મનો દરજ્જો અપાયો છે. ભગવાન શિવ જેના માટે જાણીતા છે તે ત્રીજું નેત્ર સમયની સર્જન ક્ષમતાનું પ્રતીક છે. મારી અલ્પ જાણકારી વડે હું માનું છું કે તે ત્રીજું નેત્ર આજના કેંસર કિરણો છે એમ શ્રી છાયાએ ઉધેર્યું હતું.
આપણે ભૂલનો સ્વીકાર અને તેનું પુનરાવર્તન ન કરીએ તે પ્રતિક્રમણની સાર્થકતા
જૈન ધર્મના વિદ્વાન ડૉ. સાગરમલ જૈને 'પ્રતિક્રમા' અંગે જણાવ્યું કે આપણે ભૂલનો સ્વીકાર કરીએ અને તે ભૂલ ફરીથી કરીએ નહીં તે પ્રતિક્રમણની સાર્થકતા છે.
પ્રતિક્રમણમાં છ બાબતોનો સમાવેશ થાય છે. તેમાં સમત્વની સાધના એટલે સામાયિક, ગુણીજનોની સ્તુતિ, ગુણીજનોને વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રતિ આખ્યાનનો સમાવેશ થાય છે. ચિત્તવૃત્તિને સમત્વ રાખજે એવા ભાવ સાથે ક્રિયા કરવી તે સામાયિક છે. કર્મમાં કુશળતા એ સમત્વયોગ છે. હિન્દુ ધર્મના મહાન ગ્રંથ શ્રીમદ્ ભાગવતમાં પણ લખ્યું છે કે ભગવાનની ઉપાસના કરવી એ તો સમત્વની આરાધના છે.
આપણા મનમાં આગ્રહ-દુરાગ્રહ હોય ત્યાં સુધી તીર્થંકરોની સ્તુતિ કેવી રીતે થઈ શકે ? આપણે તેઓ પાસેથી સ્તુતિ દ્વારા પ્રાણીમાત્ર પ્રત્યે હૃદયમાં મિત્રભાવ રહે એવું માંગવાનું છે. તેઓના ગુણોનું સ્મરણ કરીને આપણે આપણામાં રહેલા દોર્ષોનું દર્શન કરવાનું છે અને પોતે ભવિષ્યમાં તેનાથી દૂર રહી શકે એ માટે પ્રયત્ન કરવાનો છે. તે સ્તુતિ નાણાં કે સંપત્તિ માટે કરવાની હોતી નથી. મને અમુક નાણાં મળશે તો પાંચ ટકા રકમ નાકોડા દાદાને આપીશ અને ૯૫ ટકા મારી પાસે
જાન્યુઆરી, ૨૦૧૩ જોઈએ. શ્રાવકે કયા પ્રકારના વ્યાપાર-વ્યવસાય ન કરવા તેનો ઉલ્લેખ પણ તેમાં છે. પાંચમું, કાર્યોત્સર્ગ છે. આપણા બધાં દોષો દેહ પ્રત્યેના મમત્વને કારણે આવે છે. તેથી દેહ મમત્વ ન રાખવું એ કાર્યોત્સર્ગ છે. આપણા ઘણાખરા દોષો દેહ ઉપર મમત્વ રાખવાને કારણે આવે છે તેથી દોષમુક્ત થવા કાર્યોત્સર્ગ મહત્ત્વનું છે. છઠ્ઠી બાબત પ્રત્યાખ્યાનની છે. તેનો અર્થ ત્યાગ થાય છે. આ જગતની કોઈ પણ કુદરતી સંપત્તિ વસ્તુ મારીનથી મારો અધિકાર માત્ર તેનો ઉપયોગ કરવાનો છે. મારો અધિકાર રસ્તાનો ઉપયોગ કરવાનો છે. બીજાને ત્યાંથી પસાર થતા રોકવાનો અધિકાર નથી એમ ડૉ. સાગરમલ જૈને ઉમેર્યું હતું.
મિચ્છામિ દુક્કડમ્મ્નો અર્થ ક્ષમા નહીં પણ હું ભૂલ કબૂલ કરું છું અને ભવિષ્યમાં તે નહીં કહું એવી ભાવના વ્યક્ત ક૨વાનો છે. ઈબાદતમાં સાધન સામગ્રી નહીં પણ એકાગ્રતા અનિવાર્ય છે ઇતિહાસના અભ્યાસુ મા. મહેબૂબ દેસાઈએ ‘ઈસ્લામ ઈબાદત અને ઈન્સાનિયત' વિશે જણાવ્યું કે ઈબાદતમાં સાધન સામગ્રી નહીં પણ એકાગ્રતા અનિવાર્ય છે.
રાખીશ એ વૃત્તિ હડપ કરવાની વૃત્તિ છે. ત્રીજી બાબત વંદનની છે. આપણા આ નવકાર મહામંત્રનો પ્રથમ શબ્દ જ નમો છે. વંદન વિનય છે. મારી ભૂલ હોય તો હું ક્ષમા યાચું છું એમ કહીને સંતોને વંદન કરવાના છે. વિનમ્રતા કે વિનય વિના પ્રતિક્રમણની પ્રક્રિયા પૂર્ણ થતી નથી. ચોથું પ્રતિક્રમણમાં ૨૬ આવશ્યક ચીજોનો ઉલ્લેખ આવે છે. ટુવાલ, પગરખાં અને મંજન જેવી આવશ્યક ચીજોનો મર્યાદામાં અને પ્રમાણસર ઉપયોગ કરવાની બાબત આવે છે. પ્રતિક્રમણમાં શબ્દોને લાંબા કરીને બોલવા ન જોઈએ અને ઉચ્ચારણો પણ ખોટા ન હોવા
ઈબાદત માટે મુસલ્લો (પાથરણુ)ની જરૂર હોય છે પણ તે અનિવાર્ય નથી. તેના માટે એકાગ્રતા આવશ્યક છે. નમાઝ પઢતી વેળાએ તેની આગળથી કોઈએ જવાનું હોતું નથી. ખ્વાજાહસન બસ૨ી ખુદાની ઇબાદતમાં લીન હતા ત્યારે જ એક મહિલાએ આવીને કહ્યું કે તમે શા માટે મારા પતિને દરરોજ પાંચવાર નમાઝ અદા કરવાનું કહેતા નથી. બસરીએ મહિલાને કહ્યું કે તમારો દુપટ્ટો સરખો કરો. પાની ઢાંકો. મહિલાએ કહ્યું, મને માફ કરો, પતિના પ્રેમમાં હું ઘેલી થઈ હોવાથી મને ધ્યાન રહ્યું નહીં પણ તમે ઇબાદતમાં લીન હતા તોપણ તમારું ધ્યાન મારા વસ્ત્રો ઉપર કેવી રીતે ગયું ? ઇબાદતમાં એકાગ્રતા આવશ્યક છે. કુરાનમાં નમાજ પઢવાની પદ્ધતિ લખવામાં આવી નથી. એકવાર મહમ્મદ પયગંબર સાહેબે તેમની દીકરી ફાતીમાને કહ્યું: દીકરી, મને આજે ઉંધ આવતી નથી. દીકરીએ કહ્યુંઃ આજે સાંજે અબુબકર આવ્યા હતા. તેઓ કેટલીક સોનામહો૨ અને ચીજ-વસ્તુઓ આપી ગયા છે. મહમ્મદ સાહેબે તત્કાળ દીકરીને કહ્યું: તે બધી સોનામહો૨ અને ચીજવસ્તુઓ ગરીબોને વહેંચી આવ તેથી મને ઉંઘ આવશે. ઈસ્લામ તલવારના જોરે પ્રસરેલો ધર્મ નથી. બ્રાઈડાહીદી કહે છે કે ધર્મની બાબતમાં બળજબરી કરીશ નહીં. જો તેમ કરીશ તો ધર્મ ચૂકી જઈશ. ઇસ્લામમાં ત્રણ પ્રકારના પાડોશી છે. પાડોશી, સહકર્મચારી અને મુસાફરીમાં સાથે હોય તે, પયગંબર સાહેબે કહ્યું છે કે તારી વાણીથી પાડોશીને દુઃખી કરી નહીં.
(ક્રમશ:)
અહિંસા પરમ શ્રેષ્ઠ માનવ ધર્મ છે. પશુબળથી તે અનેકગણું મહાનઅને ઉચ્ચ છે.
અહિંસા કેળવવા માટે આપણે સૌથી પહેલાં નિત્ય જીવનમાં, પારસ્પરિક વ્યવહારમાં સત્ય, નમ્રતા, સહિષ્ણુતા, પ્રેમ અને કરુણા આદિ ગુશોને વિકસાવવા પડશે.