________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૨
બહિરાત્મા, અંતરાત્મા તથા ૫રમાત્માના ભેદથી ત્રણ પ્રકારે આત્મા છે. હું પ્રભાકર ભટ્ટ, જેવી રીતે તેં મને ત્રિવિધ આત્મા સંબંધી પ્રશ્ન પૂછયો છે તેવી રીતે ભવ્યાત્માઓમાં ઉત્તમ એવા ભરત ચક્રવર્તી, સગર ચક્રવર્તી, શ્રી રામચંદ્ર, પાંડવ તથા શ્રેણિક આદિ મહાપુરુષો વીતરાગ સર્વજ્ઞ તીર્થંકર પ્રભુના સમવસરણમાં અત્યંત ભક્તિભાવે આવીને તથા તેઓને મસ્તક નમાવીને આગમ સંબંધી અનેક પ્રશ્નો કર્યા પછી સર્વ પ્રકારે ઉપાદેયભૂત શુદ્ધાત્માને જ પૂછતા હતા. તેના ઉત્તરમાં ભગવાન કહેતા હતા કે એક આત્મજ્ઞાન સમાન અન્ય કાંઈ સારરૂપ નથી. ત્યાર પછી ત્રણ પ્રકારે આત્માનું સ્વરૂપ ભગવાન જેવી રીતે પ્રતિપાદન કરતા હતા તે જ પ્રકારે વીતરાગ વાણી અનુસાર હું તને અહીં કહું છું. ૧૧
ત્રણ પ્રકારના આત્મા કહે છે
अण्णा ति-विहु मुणेवि लहु मूढउ मेल्लहि भाउ मुणि सण्णाण णाणमउ तो परमप्प - सहाउ ।।१२।।
आत्मानं त्रिविधं मत्वा लघु मूढं मुञ्च भावम्। मन्यस्व स्वज्ञानेन ज्ञानमयं यः परमात्मस्वभावः ।। १२ ।।
ત્રિવિધ આત્મા જાણીને, તજ બહિરાતમ ભાવ; નિજાત્મજ્ઞાને જ્ઞાનમય, પ્રીછ ૫૨માત્મસ્વભાવ. ૧૨
હે પ્રભાકર ભટ્ટ, તું ત્રણ પ્રકારના આત્માને જાણીને બહિરાત્મભાવને શીઘ્ર ત્યાગી દે અને જે કેવળજ્ઞાનમય પરમાત્મ સ્વભાવ છે તેને અંતરાત્મ લક્ષણવાળા વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાને કરીને જાણ.
સ્વસંવેદન જ્ઞાને કરીને જે પરમાત્માને જાણ્યો છે તે જ ઉપાદેય છે. અહીં શિષ્ય એમ પ્રશ્ન કરે છે કે સ્વસંવેદન જ્ઞાનમાં વીતરાગ વિશેષણ શા માટે મૂકયું છે? કારણ કે જે સ્વસંવેદન જ્ઞાન હશે તે તો રાગરહિત હશે જ. તેનું સમાધાન શ્રી ગુરુ આપે છે કે વિષયોના આસ્વાદનથી પણ તે વસ્તુઓના સ્વરૂપનું જાણપણું થાય છે. તે જાણપણું રાગાદિભાવે કી મલિન હોય છે, માટે ત્યાં નિજસ શુદ્ધ આત્માનો અનુભવ નથી અને વીતરાગદશામાં સ્વરૂપનું યથાર્થજ્ઞાન હોય છે, તેમ જ ત્યાં રાગાદિભાવે કરી આકુળતા-વ્યાકુળતા હોતી નથી. તે સ્વસંવેદન જ્ઞાન પ્રથમ અવસ્થામાં ચોથાપાંચમા ગુણસ્થાનવાળા ગૃહસ્થને પણ હોય છે. પણ ત્યાં રાગ જોવામાં આવે છે. માટે સરાગ –અવસ્થાના નિષેધને અર્થે વીતરાગ સ્વસંવેદનપદ મૂકયું છે. રાગભાવ છે તે કષાયરૂપ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com