________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૮૯
શુદ્ધ સહજાત્મસ્વરૂપનું જ સેવન કરે છે. અર્થાત્ નિજ શુદ્ધાત્મસ્વરૂપમાં સ્થિર થઈ, નિમગ્ન થઈ દેહાદિ સર્વ પ૨માંથી પ્રીતિ છોડી દે છે. વિષયસુખથી રહિત જે શુદ્ધ આત્માના અનુભવરૂપ પરમ સુખ છે, તે દેહમાં મમત્વ છે ત્યાં સુધી કદી પ્રાપ્ત થતું નથી. તેથી મહાત્મા પુરુષો સર્વ દુ:ખનાં કારણરૂપ દેહમાં વસવાથી ઉદાસીન થઈ, દેહભાવ તજી દઈ, સંસારસુખની સર્વ ઇચ્છાઓ છોડી પરમસુખનું ધામ એવા શુદ્ધ સહજાત્મપદમાં નિવાસ કરે છે, આત્મસુખમાં જ મગ્ન થાય છે. અને જેઓ આત્મભાવના તજી દઈ દેહાદિ પદાર્થોમાં અપાર રાગ કરે છે તેઓ અનંત ભવ ધારણ કરે છે, સંસારમાં ભટકતા ફરે છે. ૧૫૩ હે જીવ, તું આત્મસુખમાં પ્રીતિ કર–
अप्पायत्तउ जं जि सुहु तेण जि करि संतोसु । पर सुहु वढ चिंतंताहँ हियइ ण फिट्टइ सोसु ।। १५४ ।। आत्मायत्तं यदेव सुखं तेनैव कुरु सन्तोषम् । परं सुखं वत्स चिन्तयतां हृदये न नश्यति शोषः ।। १५४ ।।
આત્માધીન સુખ શ્રેષ્ઠ જે, તેથી ધ૨ સંતોષ;
૫૨ સુખ ચિંતવતાં ઉરે, વત્સ મટે નહિ શોષ. ૧૫૪
હે વત્સ, અન્ય દ્રવ્યની અપેક્ષા વિનાનું જે આત્માધીન શુદ્ધાત્મજ્ઞાનથી ઉત્પન્ન થયેલું સુખ છે, તેનો અનુભવ કરીને સંતોષ ધારણ કર. ઇન્દ્રિયાધીન સુખનું ચિંતન કરનારને હૃદયનો શોષ-અંતરદાહ મટતો નથી.
આત્માધીન સુખ પોતાને આધીન છે, આ સુખ માટે પરદ્રવ્યોની અપેક્ષા રાખવી પડતી નથી; વિનાશરહિત છે. વિશ્ર્વરહિત છે, જ્યારે ભોગજન્ય સુખ તો પરાધીન-એટલે પરવસ્તુઓની અપેક્ષાવાળું છે, અર્થાત્ અધ્યાત્મતિ સ્વાધીન છે અને ભોગતિ પરાધીન છે. વળી જેમ નદીઓથી સમુદ્ર તૃપ્ત થતો નથી, લાકડાંથી અગ્નિ શાંત થતો નથી તેમ ઇન્દ્રિયસુખોથી આત્માને શાંતિ-તૃપ્તિ થતી નથી. આ પ્રકારે જાણીને ભોગ સુખને ત્યાગીને
66
' एदम्हि रदो णिच्चं संतुट्ठो होदि णिच्चमेदम्हि । एदेण हो हि तित्तो तो होहदि उत्तमं सुक्खं ।।
22
તું આત્મસ્વરૂપમાં સદા લીન થા. એમાં જ સંતોષ પામ, એના વડે તૃપ્ત થા, એથી તને ઉત્તમ સુખની પ્રાપ્તિ થશે. માટે અધ્યાત્મ સુખમાં
(१) तिण कट्टेण व अग्गी लवण खमुद्दोणदी सहस्सेहिं ।
ण इमो जीवो सक्को तिप्पेदुं कामोभोगेहिं ।। १।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com