________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૨૦૩
કર્મોથી ઘેરાયેલો છું, તોપણ નિશ્ચયનયથી મને બંધ-મોક્ષ નથી, જેવું ભગવાનનું સ્વરૂપ છે તેવું જ મારું સ્વરૂપ છે. આત્મદેવ મહામુનિઓને આરાધવા યોગ્ય છે. તે આત્મદેવ અનંતજ્ઞાનાદિ ગુણોનું ધામ છે. તેથી એમ નિશ્ચય થાય છે કે જેવો પરમાત્મા છે તેવો આ આત્મા છે અને જેવો આ આત્મા છે તેવો જ ૫રમાત્મા છે. જે પરમાત્મા છે તે હું છું અને જે હું છું તે ૫રમાત્મા છે. “ અહમ્” શબ્દથી દેહમાં રહેલો આત્મા જાણવો તથા ‘સ’ શબ્દથી મુક્તિપ્રાસ પ૨માત્મા સમજવો, માટે હું શિષ્ય સર્વપ્રકારના સાંસારિક વિકલ્પોનો ત્યાગ કરી એક માત્ર શુદ્ધ પરમાત્માનું ધ્યાન કર. નિશ્ચયથી આ દેહમાં જ શુદ્ધાત્મા છે એમ નિશ્ચય કર. મિથ્યાત્વ આદિ-અનાદિ વિકારોને ઉપશમાવી એક શુદ્ધાત્માની જ ભાવના કરવી જોઈએ. ૧૭૫
આ જ અર્થને દષ્ટાંત દાĒતથી પુષ્ટ કરે છે
णिम्मल-फलिहहँ जेम जिय भिण्णउ परकिय भाउ। अप्प सहावहँ तेम मुणि सयलु वि कम्म-सहाउ।। १७६ ।। निर्मलस्फटिकाद् यथा जीव भिन्नः परकृतभावः। आत्मस्वभावात् तथा मन्यस्व सकलमपि कर्मस्वभावम्।। १७६।।
વિમલ સ્ફટિકથી ભિન્ન જ્યમ્, હે જીવ ૫૨કૃત ભાવ; તેમ જ આત્મ સ્વભાવથી ગણ સૌ કર્મસ્વભાવ. ૧૭૬
હૈ જીવ, સ્ફટિકમણિમાં ૫૨ વડે કરાયેલા પુષ્પાદિના રંગ સર્વ નિર્મળ સ્ફટિકથી જેમ જુદા છે તેમ આત્મસ્વભાવથી સર્વ કર્મસ્વભાવ જુદો છે.
આત્મસ્વભાવ અત્યંત નિર્મળ છે. ભાવકર્મ, દ્રવ્યકર્મ તથા નોકર્મ આ બધાં જડ છે અને એક આત્મા જ ચૈતન્ય સ્વરૂપ છે. અનંત જ્ઞાનાદિ ગુણરૂપ જે ચિદાનંદ છે તેથી સર્વ ૫૨-ભાવ ભિન્ન છે, એમ જાણ. ૧૭૬
દેહ અને આત્મા બન્ને જુદા જુદા છે એવી ભાવના દઢ કરે છેजेम सहाविं णिम्मलउ कलिहउ तेम सहाउ । भंतिए मइलुम मण्णि जिय मइलउ देक्खवि काउ।।१७७।।
यथा स्वभावेन निर्मलः स्फटिकः तथा स्वभावः । भ्रान्त्या मलिनं मा मन्यस्व जीव मलिनं दृष्ट्वा कायम् ।। १७७ ।।
સ્ફટિક સ્વભાવે વિમલ જ્યમ, તેમ જ આત્મસ્વભાવ; જોઈ મલિન તન ભ્રાન્તિથી, ગણ ન મલિન નિજ ભાવ. ૧૭૭ જેમ સ્ફટિકમણિ સ્વભાવે નિર્મળ છે, તેમ આત્મા પણ સ્વભાવે નિર્મળ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com