________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૬
केवलदर्शनं ज्ञानं सुखं वीर्यः य एव अनंतम्। स जिनदेवोऽपि परममुनिः परमप्रकाशं जानन्।। १९९ ।। કેવલ દર્શન જ્ઞાન સુખ, વીર્ય અનંતે પૂર્ણ;
તે જિનદેવ પરમ મુનિ લહે પ્રકાશ પ્રપૂર્ણ. ૧૯૯ કેવલજ્ઞાન, કેવલદર્શન, અનંતસુખ અને અનંતવીર્ય આ અનંતચતુષ્ટય જેને છે તે જિનદેવ છે, તે પરમ મુનિ છે અર્થાત્ પ્રત્યક્ષ જ્ઞાની છે તથા તે કેવલજ્ઞાનરૂપી પ્રકાશથી સમસ્ત પદાર્થોને જાણે છે.
લોકાલોકપ્રકાશક કેવલજ્ઞાનથી જે આત્મા સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવને જાણે છે, તે જ પરમ પ્રકાશક પરમાત્મા છે. કેવલજ્ઞાન એક સમયમાં એક સાથે અનંત દ્રવ્ય, અનંતક્ષેત્ર, અનંતકાલ તથા અનંતભાવોને હસ્તામલકવત્ પ્રત્યક્ષ જાણે છે તથા તે જ્ઞાન અવિનશ્વર છે, અનંત છે અને અતીન્દ્રિય છે. ૧૯૯ પરમાત્માનાં અનેક નામ છે
जो परमप्पउ परम-पउ हरि हरु बंभु वि बुद्ध। परम-पयासु भणंति मुणि, सो जिण-देउ विसुद्ध।। २००।। ય: પરમાત્મા પરમપ: હરિ: ૪૨: ગ્રંહ્માપિ વૃદ્ધ: परमप्रकाशः भणन्ति मुनयः स जिनदेवो विशुद्धः ।। २०० ।। જે પરમાત્મા પરમ પદ, હરિ હર બ્રહ્મા બુદ્ધ;
પરમપ્રકાશ મુનિઓ કહે, તે જિનદેવ વિશુદ્ધ. ૨૦૦
જેને મુનિઓ પરમાત્મા, પરમપદ, હરિ, હર, બ્રહ્મા, બુદ્ધ તથા પરમપ્રકાશ કહે છે, તે રાગાદિ રહિત વિશુદ્ધ જિનદેવ છે.
આ બધાં પરમાત્માનાં નામ છે એમ જાણો, અનંત જ્ઞાનાદિ ગુણોનો આધાર હોવાથી પરમાત્મા જ પરમપદ છે. તે જ વિષ્ણુ છે. તે જ મહાદેવ છે. પરબ્રહ્મ પણ તેનું નામ છે. સર્વને જાણનાર હોવાથી બુદ્ધ કહેવાય છે. આ પ્રમાણે અનેક નામો દ્વારા જિનદેવનું જ સ્મરણ કરાય છે. ભિન્ન ભિન્ન રુચિના જીવો જુદા જુદા નામથી જિન ભગવાનને જ આરાધે છે. એક હજાર આઠ નામોથી યુક્ત, મોક્ષનગરના સ્વામી જે ભગવાન જિનેન્દ્ર છે તેને સર્વ આરાધે છે. તે પ્રભુનાં અનેક નામ છે. વાસ્તવમાં તો તે નામ તથા રૂપથી રહિત છે એવા ભગવાનને હે પ્રાણીઓ તમે એકાગ્ર ચિત્ત થઈને આરાધો. ૨OO
સિદ્ધસ્વરૂપનું વર્ણન કરે છે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com