________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૦ નિરંતર સ્મરણ કર્યા કરે છે, તેઓનો અનાદિ કાળનો મોહ ક્ષય થઈ જાય છે. નિર્મોહ શુદ્ધાત્મતત્ત્વની ભાવનાના ફળમાં પ્રથમ દેવેન્દ્ર, ચક્રવર્તી આદિની વિભૂતિ પામીને પશ્ચાત્ જિનદીક્ષા ધારણ કરીને, અને કેવલ જ્ઞાનને ઉત્પન્ન કરીને આત્મા ત્રિલોકનો નાથ થાય છે. ૨૦૬ પરમાત્માના આરાધક પુરુષોનાં લક્ષણ કેવાં હોય તે કહે છે
जे भव-दुक्खहँ बीहिया पउ इच्छहिं णिव्वाणु। इह परमप्प-पयासयह, ते पर जोग्ग वियाणु।।२०७।। ये भवदुःखेभ्यः भीताः पदं इच्छन्ति निर्वाणम्। इह परमात्मप्रकाशकस्य, ते परं योग्य विजानीहि।। २०७।। ભવદુઃખથી ભયભીત જે, ઇચ્છે પદ નિર્વાણ;
આ પ૨માત્મ-પ્રકાશના, પરમ યોગ્ય તે જાણ. ૨૦૭
જે પુરષો ચતુર્ગતિરૂપ સંસારથી ભય પામ્યા છે, અને એક મોક્ષપદને ઇચ્છે છે, તેઓ આ પરમાત્મપ્રકાશ ગ્રંથના અભ્યાસને યોગ્ય છે.
જે મુમુક્ષુઓ ચતુર્ગતિમય સંસારનાં આધિ, વ્યાધિ તથા ઉપાધિ આદિ દુઃખોથી ભયભીત થઈને નિરંતર એક મોક્ષપદની ઇચ્છા કર્યા કરે છે, સ્વર્ગાદિ સુખની ઇચ્છાનો પણ જેને અભાવ છે તેવા મહાત્માઓ આ પરમાત્મપ્રકાશ ગ્રંથનો અભ્યાસ કરવાને યોગ્ય મનાય છે. ૨૦૭
जे परमप्पहँ भत्तियर विसय ण जे वि रमंति। ते परमप्प-पयासयहँ मुणिवर जोग्ग हवंति।। २०८।। ये परमात्मनो भक्तिपराः विषयान् न येऽपि रमन्ते। ते परमात्मप्रकाशकस्य मुनिवराः योग्याः भवन्ति।। २०८ ।। રત પરમાતમ-ભક્તિમાં, પણ વિષયે ન રમંત;
તે પરમાત્મ-પ્રકાશને, યોગ્ય મુનિવર સંત. ૨૦૮
જેઓ પરમાત્માની ભક્તિમાં સદા તત્પર રહે છે તથા પાંચ ઇન્દ્રિયના વિષય તથા કષાયોમાં રમણતા કરતા નથી, તે મુનિવરો આ પરમાત્મપ્રકાશ (કે જેમાં યથાર્થ પરમાત્માનું કથન છે તે) પરમાગમના અભ્યાસને યોગ્ય છે.
વિષય-કષાયને ત્યાખ્યા સિવાય પરમાત્માની આરાધના અશકય કે અસંભવિત છે. માટે વિષય-કષાયનો ત્યાગ કરનારા મહાત્માઓ પરમાત્મપ્રકાશ ગ્રંથ અથવા પરમાત્મપદના માર્ગને પામે છે. તેમને પરમાત્માની ભક્તિથી વિષયકષાયનો અભાવ થઈ આત્મશાંતિ પ્રગટે છે તથા તેઓનું મન સુલભ અને મનોહર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com