Book Title: Parmatma Prakash
Author(s): Yogindudev, Ravjibhai C Desai, Gunbhadra Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 233
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૯ વીતરાગ માર્ગ-ઉપાસક કોઈ પણ જીવ સમસ્ત રાગાદિ અશુભ ધ્યાનનો ત્યાગ કરી શુદ્ધ અંત:કરણથી આ પરમાત્મપ્રકાશ શાસ્ત્રનો અભ્યાસ કરે છે તે જીવનો અનાદિકાળનો મોટું ક્ષય થઈ જાય છે તથા તેને ચિદાનંદક સ્વભાવવાળો પરમાત્મા પ્રગટે છે. આ ગ્રંથના અભ્યાસથી આત્મા પરમાત્માના સ્વરૂપને યથાર્થપણે જાણનાર થાય છે. ૨૦૪ अण्णु वि भत्तिए जे मुणहिं इहु परमप्प-पयासु। लोयालोय-पयास-यरु पावहिं ते वि पयासु।। २०५।। अन्यदपि भक्त्या ये जानन्ति इमं परमात्मप्रकाशम्। लोकालोकप्रकाशकरं प्राप्नुवन्ति तेऽपि प्रकाशम्।। २०५।। ભણે ભક્તિથી અન્ય પણ આ પરમાત્મ-પ્રકાશ; લોકાલોક-પ્રકાશ-કર, તે પણ લહે પ્રકાશ. ૨૦૫ અન્ય પણ જે કોઈ ભવ્યાત્મા-મુમુક્ષુ ભક્તિથી આ પરમાત્મપ્રકાશને ભણે, સાંભળે તથા અર્થને ધારણ કરે છે, તે પણ લોકાલોક પ્રકાશક કેવલજ્ઞાનને પામે છે, અથવા તેના આધારભૂત શુદ્ધ સહજાન્મસ્વરૂપ એવા પરમાત્મતત્ત્વને પામે છે. પરમાત્મપ્રકાશ એટલે પરમાત્મતત્ત્વનો વિચાર કરવાથી, અભ્યાસ કરવાથી આત્માને પરમાત્માનો પ્રકાશ એટલે પ્રગટતા અર્થાત્ જ્ઞાનરૂપ કેવલજ્ઞાન તથા સહજ આત્મરૂપ પરમાત્માની પ્રાપ્તિ થાય છે. પ્રકાશ શબ્દથી કેવલજ્ઞાનનું ગ્રહણ છે. પરમાત્મા જ તે જ્ઞાનનો આધાર છે. આ શાસ્ત્રનો વિચાર કરવાથી આત્મા પરમાત્માનો યથાર્થ વિચાર કરી શકશે. ૨૦૫ जे परमप्प-पयासयहँ अणुदिणु णाउ लयंति। तुट्टइ मोहु तडत्ति तहँ तिहुयण-णाह हवंति।। २०६ ।। ये परमात्मप्रकाशस्य अनुदिनं नाम गृहणन्ति। त्रुट्यति मोहः झटिति तेषां त्रिभुवननाथा भवन्ति।। २०६ ।। જે પરમાત્મ-પ્રકાશનું સ્મરતા નામ સદાય; મોહ શીધ્ર તેનો તૂટે, તે ત્રિભુવનપતિ થાય. ૨૦૬ જેઓ આ પરમાત્મ-પ્રકાશનું નિરંતર નામ લે છે, તેઓનો મોહ તરત તૂટી જાય છે તથા તેઓ ત્રણ લોકના નાથ થાય છે. વ્યવહારથી પરમાત્મપ્રકાશ નામવાળા ગ્રંથનું અને નિશ્ચયથી પરમાત્મપ્રકાશ શબ્દના વાટ્યરૂપ કેવલજ્ઞાનાદિ અનંત ગુણસ્વરૂપ પરમાત્માનું જે આત્માઓ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240