Book Title: Parmatma Prakash
Author(s): Yogindudev, Ravjibhai C Desai, Gunbhadra Jain
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૫
જેના પ્રતાપે પામે છે તે મુનિવરોનો પરમ દિવ્ય યોગ, વીતરાગ નિર્વિકલ્પ સમાધિ પણ ત્રિકાલ જયવંત વર્તો! અને તે પરમજ્ઞાની પુરુષોનો કેવલજ્ઞાનભાસ્કર અર્થાત્ દિવ્ય જ્ઞાનજ્યોતિ કે જે અનંત સુખમય શિવરૂપકલ્યાણરૂપ છે, અને જે વિષયાસક્ત જીવોને દુર્લભ છે તે અપૂર્વ બોધ કેવળજ્ઞાન પણ ત્રિકાલ જયવંત વર્તા! જગતમાં મોહાધીન જીવોને દુર્લભ, સાક્ષાત્ પરમાત્મપ્રકાશકર એવી એ સર્વોત્કૃષ્ટ વીતરાગ વિભૂતિઓ સર્વ જગત જીવોનું પરમ કલ્યાણ કરવા સમર્થ સર્વદા જયવંત વર્તો, કે જેના પ્રતાપે, જેના અવલંબને, પરમાત્મપદાભિલાષી નિજ શુદ્ધ સહજાત્મ સ્વરૂપને સાધનાર, સર્વ મોક્ષાર્થી સસાધક વૃન્દ, અપૂર્વ આત્મજ્ઞાન દશા પ્રગટાવી, આ અપાર સંસાર દુ:ખ-દરિયાને તરી જઈ, પ્રાંતે અનંત અવિનાશી શાશ્વત શાંતિ, અને સમાધિ-સુખે પ્રપૂર્ણ અખંડ આનંદના ધામરૂપ એવા નિજ શુદ્ધ ચૈતન્ય મૂર્તિ સહજ સ્વરૂપ પરમાત્મપ્રકાશને પામી પરમ કૃતાર્થ થઈ શાશ્વત સિદ્ધિપદમાં જઈ વિરાજે. ૨૧૪ તથાસ્તુ
ઇતિ શિવમ્. અંતમંગલ: શાર્દૂલવિક્રીડિત છંદ:
જ્ઞાનાનંદ અમંદમાં વિલસતા તત્ત્વજ્ઞચિંતામણિ ધ્યાવું શ્રીમદ્ રાજચન્દ્ર, પ્રતિમા-શાંતિ સમાધિતણી. આજ્ઞા એક અનન્ય આશ્રયવડે આરાધી શુદ્ધાત્મની, સ્વાત્માનુભવજન્ય શાશ્વત વરું સંપત્તિ મુક્તાત્મની.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Page Navigation
1 ... 237 238 239 240