Book Title: Parmatma Prakash
Author(s): Yogindudev, Ravjibhai C Desai, Gunbhadra Jain
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates 226 હરિગીત છંદ: જેના પ્રતાપે અંતરે પરમાત્મ પૂર્ણ પ્રકાશતો, જેથી અનાદિનો મહા મોહાન્ધકાર ટળી જતો; બોધિ સમાધિ શાંતિ સુખનો સિંધુ જેથી ઉછળતો, તે રાજચન્દ્ર પ્રશાન્ત કિરણો ઉર મુજ ઉજાળજો. તન ધન સ્વજન સૌ ભિન્ન મુજથી, અજગણી ભવભવ ભમ્યો, લઘુરાજ સ્વામી સ્વ૫દરામી, પામી એ ભ્રમ વિરમ્યો; ગુરુરાજ આજ્ઞા પીયૂષ-પાને, અમર સહજાભા સ્માર્યો, એ દિવ્ય પરમાત્મ-પ્રકાશક જ્યોતિર્ધર ઉરમાં ધર્યો. શ્રી રાજચન્દ્રાશ્રમ અગાસે દિવ્ય નંદનવન સમો, સહજાત્મસાધક પામતા આહ્વાદ અનુભવ અનુપમો; અધ્યાત્મ-રંગ-તરંગ-રંગિત આત્મ-આનંદે વહ્યો, કરી પધ આ અનુવાદ ગુરુશરણે કૃતારથ હું થયો. મતિમંદતાથી તે વિષે કિંચિત્ આશયભેદ જો, પદ અર્થ ન્યૂનાધિક કિંવા કંઈ જણાયે લેશ જો; તો સુજ્ઞ સજ્જન શુદ્ધ કરજો અલ્પ મુજ બુદ્ધિ ગણી, ગુરુરાજ સુણીને 'રાવ જીવન્મુક્તિ દેજો અમતણી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ચૈત્ર શુકલા ત્રયોદશી, શ્રી મહાવીર જયંતી વિક્રમ સંવત 2012, આશ્રમ, અગાસ 1. સહાયતા માટેની આજીજી Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Page Navigation
1 ... 238 239 240