________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૩
હું છદ્મસ્થ છું તેથી જો કદાચિત મારા વડ શબ્દમાં, અર્થમાં તથા છંદમાં જે કંઈ અયુક્ત (અયોગ્ય) કહેવાયું હોય તો તે મારો દોષ મહાજ્ઞાની પુરુષો ક્ષમા કરશો. ૨૧ર
जं तत्तं णाण-रूवं परम-मुणि गणा णिच्च झायंति चित्ते, जं तत्तं देह-चत्तं णिवसइ भुवणे सव्व-देहीण देहे। जं तत्तं दिव्व-देहं तिहुवण-गुरुगं सिज्झए संत-जीवे तं तत्तं जस्स सुद्धं फुरइ णिय-मणे पावए सो हि सिद्धिं ।। २१३।। यत् तत्त्वं ज्ञानरूपं परममुनिगणा नित्यं ध्यायन्ति चित्ते. यत् तत्त्वं देहत्यक्तं निवसति भुवने सर्वदेहिनां देहे। यत् तत्त्वं दिव्यदेहं त्रिभुवनगुरुकं सिध्यति शान्तजीवे , तत् तत्त्व यस्य शुद्धं स्फुरति निजमनसि प्राप्नोति स हि सिद्धिम्।। २१३ ।।
શાર્દૂલવિક્રીડિત છંદ: ધ્યાવે જ્ઞાનસ્વરૂપ તત્ત્વ ઉરમાં નિત્યે મુનિવૃન્દ જે, એ કાયા વિણ તોય સર્વ તનમાં વિશ્વ વસે તત્ત્વ જે; સીધે શાન્ત જીવો ત્રિભુવનગુરુ આરાધી જે તત્ત્વને; આપે સિદ્ધિ સ્વયં સ્કુરે વિમલ જો, જેના ઉરે તત્ત્વ છે. ૨૧૩
જે તત્ત્વ રાગાદિ મલરહિત હોવાથી શુદ્ધ છે, જ્ઞાનરૂપ છે તથા પરમ મુનિઓ જેનું હંમેશાં ચિત્તમાં ધ્યાન કરે છે, જે તત્ત્વ આ લોકમાં સર્વ પ્રાણીઓના શરીરમાં વિદ્યમાન છે છતાં પોતે શરીરરહિત છે, જે તત્ત્વ દિવ્યદેહ એટલે કેવલજ્ઞાન કેવલદર્શનરૂપ દેહને ધારણ કરવાવાળું છે, જે ત્રણ લોકમાં મહાન છે તથા જેને આરાધીને શાંત પરિણામી જીવોને સિદ્ધપદ પ્રાપ્ત થાય છે, તે પવિત્ર નિજ આત્મતત્ત્વ જેને પોતાના અંતરમાં પ્રગટ પ્રકાશમાન થાય છે તે સાધુ પુરુષ સિદ્ધિને પામે છે.
ઉપર બતાવેલાં લક્ષણવાળું તત્ત્વ નિજ શુદ્ધ સહજ્જાત્મસ્વરૂપ જેના અંતરાત્મામાં પ્રગટ થાય છે તેઓ પરમસિદ્ધિરૂપ મોક્ષને પામે છે.
અવ્યાબાધ અનંત સુખાદિ ગુણોવાળું તે પરમાત્મતત્ત્વ જ ત્રણ લોકમાં ગુરુ-પુજ્ય છે; તે સંતપુરુષોનાં હૃદયમાં આ તત્ત્વ પ્રગટે છે, કે જે સંતપુરુષો સંસારની પૂજા આદિની કામના કે તેવા સમસ્ત વિકલ્પજાળથી વિરમી પરમ શાંત સ્વભાવમય નિજ સહજાભદશામાં મગ્ન થાય છે. ૨૧૩
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com