________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૨૨૧
પદાર્થોમાં પણ આસક્ત થતું નથી. ૨૦૮
णाण विक्खणु सुद्ध-मणु जो जणु एहउ कोइ । सो परमप्प-पयासयहँ जोग्गु भणति जि जोइ ।। २०९ ।। ज्ञानविचक्षणः शुद्धमना यो जन ईदृशः कश्चिदपि। तं परमात्मप्रकाशकस्य योग्यं भणन्ति ये योगिनः । । २०९ ।।
જ્ઞાન-વિચક્ષણ શુદ્ધ-મન, એવો જન જે કોય; તે પરમાત્મ-પ્રકાશને, યોગ્ય યોગીઓ જોય. ૨૦૯
જે મનુષ્ય સ્વસંવેદન જ્ઞાને કરી વિચક્ષણ એટલે બુદ્ધિમાન છે, અને જેનું મન પરમાત્માની અનુભૂતિથી વિપરીત જે રાગ-દ્વેષ મોહરૂપ સમસ્ત વિકલ્પજાળ છે, તેના ત્યાગથી શુદ્ધ છે, આવો કોઈ પણ સત્પુરુષ હો, તેને યોગીઓ પરમાત્મપ્રકાશ આરાધવાને યોગ્ય કહે છે.
જે આત્માઓ આત્મજ્ઞાનના પ્રભાવથી યુક્ત છે, મિથ્યાત્વ, રાગ, દ્વેષ આદિ મળોનો અભાવ થવાથી જેનું ચિત્ત પવિત્ર તથા શુદ્ધ ભાવ યુક્ત છે, એવો પુરુષ પરમાત્મપ્રકાશને વાસ્તવિકપણે આરાધી શકે છે. વ્યવહારથી પરમાત્મપ્રકાશ દ્રવ્યશ્રુત રૂપ છે અને નિશ્ચયથી શુદ્ધાત્મસ્વભાવરૂપ છે, પરમાત્માની અનુભૂતિ સ્વરૂપ છે. માનસિક વિકારો ઉપશમાવવાથી શુદ્ધાત્માને આરાધવાની યોગ્યતા આવે છે. ૨૦૯
આગળ આ શાસ્ત્રનું ફળ તથા પોતાની નમ્રતા દેખાડે છે
लक्खण छंद-विवज्जियउ एहु परमप्प-पयासु। છુળરૂ સુહાવરેં માવિયત્ત ઘણ-ાફ-ટુવા-વિનાસુ ।। ૨૬૦।। लक्षणछन्दोविवर्जितः एष परमात्मप्रकाशः । करोति सुभावेन भावितः चतुर्गतिदुःखविनाशम् ।। २९० ।। લક્ષણ છંદ રહિત જે, આ ૫૨માત્મપ્રકાશ; શુદ્ધ ભાવથી ભાવતાં, ભવદુઃખ કરે વિનાશ. ૨૧૦ લક્ષણ તથા છંદરહિત આ પ૨માત્મપ્રકાશ જો શુદ્ધ ભાવોથી ભાવવામાં આવે તો ચાર ગતિનાં દુ:ખોનો નાશ કરે છે.
પરમાત્મા શુભ લક્ષણ અને પ્રબંધ ( છંદ ) એ બન્નેથી રહિત છે, અર્થાત્ તેમાં શુભ તથા અશુભ લક્ષણ નથી. તે ૫રમાત્મા અનંતજ્ઞાન દર્શન સ્વરૂપ છે. તેની જે ભાવપૂર્વક આરાધના કરે છે, તેનાં ચતુર્ગતિના દુઃખોનો ક્ષય થાય છે. શુદ્ધ પરમાત્મા વ્યાવહારિક લક્ષણ તથા શ્રુતરૂપ છંદોથી રહિત છે,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com