Book Title: Parmatma Prakash
Author(s): Yogindudev, Ravjibhai C Desai, Gunbhadra Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 236
________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૨૨૨ પણ નિજ લક્ષણથી યુક્ત છે, અને આ ૫રમાત્મપ્રકાશ નામનો અધ્યાત્મ ગ્રંથ જોકે ‘દોહક ' છંદરૂપે છે તથા પ્રાકૃત લક્ષણ રૂપે છે તોપણ આ શાસ્ત્રમાં સ્વસંવેદન જ્ઞાનની મુખ્યતા છે; પણ છંદ-અલંકારાદિની મુખ્યતા નથી. છંદ તથા અલંકારાદિની વિપુલતા કાવ્યશાસ્ત્રોમાં દેખાય છે, પરંતુ અધ્યાત્મ શાસ્ત્રોમાં શાંતરસની પ્રધાનતા હોય છે. ૨૧૦ શ્રી યોગીન્દ્રદેવ પોતાની નમ્રતા દેખાડે છે इत्थु ण लेवउ पंडियहिं गुण-दोसु वि पुणरुत्तु । भट्ट-पभायर-कारणइँ मइँ पुणु पुणु वि पउत्तु ।। २९९ ।। अत्र न ग्राह्यः पण्डितैः गुणो दोषोऽपि पुनरुक्तः । भट्टप्रभाकरकारणेन मया पुनः पुनरपि प्रोक्तम् ।। २११ ।। અહીં ગુણ કે પુનરુક્તિરૂપ, દોષ ગ્રહો ન વિબુધ; કહ્યું પ્રભાકર-હેતુ મેં, ફરી ફરી તત્ત્વ વિશુદ્ધ. ૨૧૧ આ ગ્રંથમાં પુનરુક્તિદોષ કે કવિકળાનો ગુણ પંડિતોએ ગ્રહણ ન ક૨વો, કારણકે મારા વડે પ્રભાકર ભટ્ટને સંબોધવા માટે શુદ્ધ સહજાત્મસ્વરૂપ વીતરાગ પરમાત્મતત્ત્વનું આમાં ફરી ફરી વારંવાર કથન કરાયું છે. અધ્યાત્મ શાસ્ત્રોમાં પુનરુક્તિદોષ ગણવામાં આવતો નથી. સમાધિ-તંત્ર (સમાધિશતક) ગ્રંથની સમાન શુદ્ધ આત્મભાવનાપ્રધાન આ ગ્રંથમાં પણ પુનઃ પુનઃ શુદ્ધ સહજાત્મસ્વરૂપનું કથન કરવામાં આવ્યું છે. જીવોને સમજવા અર્થે આ ગ્રંથમાં મુખ્યપણે બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માનું સ્વરૂપ વિશેષપણે બતાવ્યું છે. તેમાં ૫૨માત્મસ્વરૂપ જ ઉપાસવા યોગ્ય છે, ભાવવા યોગ્ય છે, વિચારવા યોગ્ય છે તથા તે પ્રમાણે આત્મપરિણતિ કરવી યોગ્ય છે. ૨૧૧ શ્રી યોગીન્દ્રાચાર્ય જ્ઞાનીઓ પાસે પ્રાર્થના કરે છે जं मइँ किं पि विजंपियउ जुत्ताजुत्तु वि इत्थु । तं वर-णाणि खमंतु महु जे बुज्झहिं परमत्थु ।। २१२ ।। यन्मया किमपि विजल्पितं युक्तायुक्तमपि अत्र । तद् वरज्ञानिनः क्षाम्यन्तु मम ये बुध्यन्ते परमार्थम्।। २१२ ।। યોગ્ય અયોગ્ય પણ જે કંઈ કહેવાયું અહીં હોય; ૧૨ જ્ઞાની ૫૨માર્થવિદ્, ક્ષમા કરો મુજ સોય. ૨૧૨ આ ગ્રંથમાં મારા વડે જે કંઈ યોગ્ય અથવા અયોગ્ય કહેવાયું હોય તેને માટે પરમાર્થને જાણનારા એવા પરમજ્ઞાનીઓ મને ક્ષમા કરશો. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240