Book Title: Parmatma Prakash
Author(s): Yogindudev, Ravjibhai C Desai, Gunbhadra Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 231
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૭ झाणे कम्म-क्खउ करिवि मुक्कउ होइ अणंतु। जिणवरदेवइँ सो जि जिय पभणिउ सिद्ध महंतु।। २०१।। ध्यानेन कर्मक्षयं कृत्वा मुक्ती भवति अनंतः। जिनवरदेवेन स एव जीव प्रभणितः सिद्धो महान्।। २०१।। કરી કર્મક્ષય ધ્યાનથી, બનતાં મુક્ત અનંત; જિનવરદેવે જીવ, કહ્યા, -તે જ સિદ્ધ ભગત. ૨૦૧ હે જીવ, જે જીવ શુકલધ્યાન વડે કર્મનો ક્ષય કરી મુક્ત થાય છે તથા જે અનંત અને અવિનાશી છે, તે આત્માને ભગવાન જિનેશ્વરે સિદ્ધ પરમાત્મા કહ્યા છે. તે સિદ્ધ પરમાત્મા સૌથી મહાન છે. વિશ્વમાં મહાન પુરુષો સિદ્ધ પરમાત્માની આરાધના કરે છે તેથી સિદ્ધ પરમાત્મા મહાન છે, અથવા કેવલજ્ઞાનાદિ મહાન ગુણોના આધાર હોવાથી સિદ્ધ પરમાત્મા મહાન છે, જ્ઞાનાવરણાદિ આઠ કર્મોથી રહિત છે અને સમ્યકત્વાદિ આઠ ગુણોથી પૂર્ણ છે. અનંત એટલે સિદ્ધ અવસ્થાનો કોઈ કાળે નાશ થવાનો નથી માટે સિદ્ધ પરમાત્મા અનંત છે. સમસ્ત રાગાદિ વિકલ્પ રહિત શુકલ-ધ્યાનમાં સ્થિર થવાથી કર્મોનો ક્ષય થાય છે અને તેથી જીવ સિદ્ધપદ પામે છે. આત્મધ્યાન મોક્ષનું મૂળ કારણ છે. ધ્યાનના બળથી ભૂતકાળમાં અનંત સિદ્ધો થયા છે તથા આગામી કાળમાં પણ ધ્યાનના બળથી અનંત સિદ્ધ થશે. આઠ કર્મના ક્ષયથી સિદ્ધ ભગવાનને આઠ ગુણ પ્રગટે છે. તે આ પ્રકારે: ક્ષાયક સમ્યકત્વ, કેવલજ્ઞાન, કેવલદર્શન, અનંતવીર્ય, સૂક્ષ્મત્વ, અવગાહન, અગુરુલઘુત્વ અને અવ્યાબાધત્વ. ૨૦૧ अण्ण वि बन्धु वि तिहुयणहँ सासय-सुक्ख-सहाउ।। तित्थु जि सयलु वि कालु जिय णिवसइ लद्ध-सहाउ।।२०२।। अन्यदपि बन्धुरपि त्रिभुवनस्य शाश्वतसुखस्वभावः। तत्रैव सकलमपि कालं जीव निवसति लब्धस्वभावः ।। २०२ ।। વળી શાશ્વત સુખશાલીએ ત્રિભુવન-બંધુ પ્રસિદ્ધ સર્વ કાલ ત્યાંહિજ વસે, લબ્ધ-સ્વભાવ વિશુદ્ધ. ૨૦૨ હે જીવ, વળી સિદ્ધ ભગવાન ત્રણ લોકના બંધુ છે, અવિનાશી શાશ્વત સુખ સ્વભાવવાળા છે તથા જેને પોતાના સ્વભાવની પ્રાપ્તિ થઈ છે એવા તે પરમાત્મા સદાકાળ સ્વસ્વભાવરૂપ મોક્ષમાં જ રહે છે. સિદ્ધ પરમાત્મા ત્રણ લોકના નાથ છે અને ભવ્યાત્માઓ તેઓનું ધ્યાન ધરીને આ અપાર સંસાર સાગરને તરી જાય છે. માટે તેઓ ભવ્ય જીવોના Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 229 230 231 232 233 234 235 236 237 238 239 240