________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૫.
ગુણયુક્ત છે, પરમાનંદ સ્વભાવવાળા છે, ઉત્તમમાં ઉત્તમ છે, અને ઉત્કૃષ્ટ અનંત જ્ઞાનાદિ ગુણરૂપ લક્ષ્મી, ઐશ્વર્યવાળા આત્મા છે તે પરમાત્મા છે અને તે આત્માનો સ્વભાવ જ છે.
સંસાર અવસ્થામાં નિશ્ચયથી આત્મામાં જિન થવાની શક્તિ વિદ્યમાન છે તેથી સંસારી જીવને પણ શક્તિરૂપે જિનપણું છે અને કેવલી ભગવાન વ્યક્તિરૂપે જિન છે. દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ જેવું ભગવાનનું સ્વરૂપ છે તે જ પ્રમાણે સર્વ જીવોનું સ્વરૂપ છે. નિશ્ચયથી આ જીવ પરબ્રહ્મ, પરમશિવ, તથા જિન આદિ અનેક નામોથી કહેવાય છે. નિશ્ચયનયની અપેક્ષાએ સર્વ જીવો જિનસ્વરૂપ છે તથા જિન પણ સર્વ જીવસ્વરૂપ છે, તેમ કહ્યું છે કે
નીવા નિણવર નો મુખડુ નિણવર નીવ મુnડ્ડા
સો સમાવિ પરિક્રિય૩, નંદુ ભવ્વાણુ નહે ” જે, જીવોને જિન સમાન માને છે તથા જિનને જીવ સમાન જાણે છે તે સમ્યગ્દષ્ટિ આત્મા પોતાના સ્વભાવમાં સ્થિર થઈને શીધ્ર નિર્વાણને પામે છે. ૧૯૭
પરમાત્મપ્રકાશ શબ્દની વ્યાખ્યા કરે છે
सयलहँ-कम्महँ दोसहँ वि जो जिणु देउ विभिण्णु। सो परमप्प-पयासु तुहुँ जोइय णियमें मण्णु।।१९८ ।। सकलेभ्यः कर्मभ्यः दोषेभ्यः अपि यो जिनः देवः विभिन्नः। तं परमात्मप्रकाशं त्वं योगिन् नियमेन मन्यस्व।।१९८ ।। સર્વ કર્મ ને દોષથી, જે જિનદેવ વિભિન્ન;
તે પરમાત્મ-પ્રકાશ તું નિયમે ગણ યોગિન્. ૧૯૮
જ્ઞાનાવરણાદિ આઠ કર્મ તથા સુધાદિ અઢાર દોષોથી રહિત જે જિનેશ્વરદેવ છે, તેને હું યોગી, તું પરમાત્મપ્રકાશ નિયમથી માન, અર્થાત્ શુદ્ધાત્મા શ્રી જિન વીતરાગ જ પરમાત્મપ્રકાશ છે.
રાગાદિ રહિત ચિદાનંદ એક સ્વભાવવાળા પરમાત્મા સર્વ પ્રકારનાં કર્મોથી તથા અનંતજ્ઞાન-સુખ આદિ ગુણોને આવરણ કરનારા દોષોથી ભિન્ન છે. જે કર્મ તથા દોષોથી રહિત છે તે જ પરમાત્મપ્રકાશ છે. ૧૯૮
केवल-दसणु णाणु सुहु वीरिउ जो जि अणंतु। सो जिण-देउ वि परम-मुणि परम-पयासु मुणंतु।।१९९ ।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com