Book Title: Parmatma Prakash
Author(s): Yogindudev, Ravjibhai C Desai, Gunbhadra Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 227
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૩ परमसमाधि धृत्वापि मुनयः ये परब्रह्म न यान्ति। ते भवदुःखानि बहुविधानि कालं अनंतं सहन्ते।। १९३ ।। પરમ સમાધિ ધરીય જે પરમાત્મા ન લત; તે મુનિઓ બહુવિધ સહે, ભવદુઃખ કાળ અનંત. ૧૯૩ જે મુનિઓ પરમ સમાધિને ધારણ કરીને પણ આત્માને જાણતા નથી, તે અનેક પ્રકારનાં સંસાર સંબંધી દુ:ખોને અનંતકાળ સુધી ભોગવે છે. અને પરિભ્રમણ કર્યા કરે છે. માનસિક પીડાને આધિ કહે છે, અને દેહ સંબંધી દુ:ખોને વ્યાધિ કહેવામાં આવે છે. પરબ્રહ્મ જાણ્યા વિના આ જીવ આધિવ્યાધિ ઉપરાંત અનેક કષ્ટો સહન કરી રહ્યો છે તથા વીતરાગ પરમ આલાદરૂપ આત્મિક સુખથી સદૈવ વિમુખ રહે છે. માટે દુ:ખથી મુક્ત થવાની ઇચ્છાવાળાએ રાગાદિ વિકારો ત્યજી આત્મામાં સ્થિર થઈ નિજ શુદ્ધ સહજાભ સ્વરૂપની ભાવના કરવી જોઈએ. ૧૯૩ जामु सुहासुह-भावडा णवि सयल वि तुटुंति। परम-समाहि ण तामु मणि केवुलि एमु भणंति।।१९४ ।। यावत् शुभाशुभभावाः नैव सकला अपि त्रुट्यन्ति। परमसमाधिन तावत् मनसि केवलिन एवं भणन्ति।। १९४ ।। પરમ શુભાશુભ જ્યાં સુધી, સર્વ સૂટી નહિ જાય; પરમ સમાધિ ન ત્યાં ઉરે, કહે જ્ઞાની જિનરાય. ૧૯૪ જ્યાં સુધી સમસ્ત શુભાશુભ ભાવો વિકલ્પો છૂટતા નથી ત્યાં સુધી મનમાં પરમ સમાધિ નથી, એમ કેવલી ભગવાન કહે છે. જ્યારે સમસ્ત પ્રકારના શુભ-અશુભ વિકલ્પોનો અભાવ થાય છે ત્યારે પરમ સમાધિ પ્રગટે છે. શુદ્ધાત્માની સમ્યક્ શ્રદ્ધા, જ્ઞાન તથા આચરણરૂપ શુદ્ધોપયોગ લક્ષણવાળી એ પરમ સમાધિ કન્ક્વાય છે. આ પરમ સમાધિ તથા શુદ્ધોપયોગ એકાર્યવાચી શબ્દો છે. ૧૯૪ અરહંતપદ, ભાવમોક્ષ, જીવન્મોક્ષ તથા કેવલજ્ઞાનોત્પત્તિ આ ચારે શબ્દો એક જ વસ્તુને સૂચવનારા છે. सयल-वियप्पहँ तुट्टाहँ सिव-पय-मग्गि वसंतु। कम्म-चउक्कइ विलउ गइ अप्पा हुइ अरहंतु।। १९५।। सकलविकल्पानां त्रुट्यतां शिवपदमार्गे वसन्। कर्मचतुष्के विलयं गते आत्मा भवति अर्हन्।। १९५।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240