________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૨૧૨
જેમ જન્માંધને સૂર્ય દેખાતો નથી, તેમ ૫૨મ સમાધિ વિનાના જીવોને પોતાના દેહમાં રહેલા આત્મા (બ્રહ્મ)નો આનંદ જણાતો નથી. નિજ શુદ્ધાત્મા જ ઉપાદેય છે એમ માનીને શુદ્ધાત્માના સાધકપણાથી-શુદ્ધાત્મપ્રાપ્તિમાં કારણ છે એમ સાધન-શાસ્ત્રોનો અભ્યાસ કરે છે તો પરંપરાથી તે મોક્ષસાધક થાય છે, નહિ તો શુભાચરણથી જીવ પુણ્યબંધ કર્યા કરે છે. ૧૯૧
विसय-कसाय वि णिद्दलिवि जे ण समाहि करंति । ते परमप्पहँ जोइया णवि आराहय होंति ।। १९२ ।। विषयकषायानपि निर्दल्य ये न समाधिं कुर्वन्ति । ते परमात्मनः योगिन् नैव आराधकाः भवन्ति ।। १९२ ।। જે સમાધિ કરતા નથી, છેદી વિષય-કષાય; યોગિન, તે પરમાત્મના આરાધક ન જ થાય. ૧૯૨
વિષય અને કષાયોને મૂળમાંથી દૂર કરીને જે ત્રણ ગુપ્તિરૂપ પરમ સમાધિને ધારણ કરતા નથી તે હું યોગી, પરમાત્માના આરાધક થતા નથી.
વિષય-કષાય શુદ્ધાત્મતત્ત્વના શત્રુઓ છે. જ્યાં સુધી તેઓને ટાળવામાં ન આવે ત્યાં સુધી આત્મા પરમાત્માનો આરાધક ન થઈ શકે. વિષય-કષાયના પ્રસંગોથી અત્યંત દૂર રહેનાર પવિત્ર આત્મા જ શુદ્ધાત્માનો આરાધક હોઈ શકે છે, આકંઠ વિષય-કષાયોમાં ડૂબેલા જીવ ૫૨માત્મતત્ત્વથી અત્યંત દૂર છે. સમાધિ-ધ્યાનથી ૫રમાત્માની આરાધના થાય છે. તે ધ્યાનનાં મુખ્ય પાંચ કારણો છે.
“ વૈરાગ્યું . તત્ત્વવિજ્ઞાનં, નૈસ્થ્ય વશવિત્તતા जितपरीषहत्वं च पञ्चैते ध्यानहेतवः ।।
""
અર્થાત્ વૈરાગ્ય, તત્ત્વજ્ઞાન, નિર્ધન્યતા (પરિગ્રહરહિતપણું ), મનોજય, અને આવેલા ઉપસર્ગ તથા પરિષહોનો જય આ પાંચ ધ્યાનનાં કારણો છે. વિષય-કષાયની નિવૃત્તિરૂપ અને શુદ્ધાત્માનુભૂતિ સ્વભાવવાળો વૈરાગ્ય છે, શુદ્ધાત્માની ઉપલબ્ધિરૂપ તત્ત્વવિજ્ઞાન છે, બાહ્ય અને અત્યંતર પરિગ્રહના ત્યાગયુક્ત નિર્રન્થતા છે, નિશ્ચિતપણે આત્માનુભૂતિરૂપ મનોજય છે, અને વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં બાહ્ય સહાયક-આવેલા ઉપસર્ગોને જીતીને
આત્મામાં સ્થિર રહેવારૂપ-પરિષહ જય છે. આ કારણોની પ્રાપ્તિથી ધ્યાન સંપૂર્ણપણે થાય છે અને તેથી પરમાનંદરૂપ પરમાત્માનો અનુભવ થાય છે. ૧૯૨ परम-समाहि धरेवि मुणि जे परबंभु ण जंति ।
ते भव- दुक्खहँ बहुबिहइँ कालु अणंतु सहंति । । १९३ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com