________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧) ગુણોની સંપત્તિ મને મળો. અર્થાત્ કેવલજ્ઞાનાદિ ગુણ પ્રગટો ઇત્યાદિ ભાવનાઓ નીચેનાં ગુણસ્થાનોમાં ભાવવા યોગ્ય છે. ઉપરનાં ગુણસ્થાનોમાં વીતરાગ નિર્વિકલ્પ સમાધિના સમયમાં આવા વિચારોને પણ અવકાશ નથી. ત્યાં માત્ર નિર્વિકલ્પદશા હોય છે. ૧૮૮ પરમ સમાધિનું વ્યાખ્યાન કરે છે
परम-समाहि-महा-सरहिं जे बुड्डहिं पइसेवि। अप्पा थक्कइ विमलु तहँ भव-मल जति वहेवि।। १८९ ।। परमसमधिमहासरसि ये मज्जन्ति प्रविश्य। आत्मा तिष्ठति विमलः तेषां भवमलानि यान्ति ऊवा।। १८९ ।। પરમ સમાધિ સરોવરે પ્રવેશી તલ્લીન થાય;
આત્મ વિમલ સ્થિર તે બને, ભવમલ સૌ વહી જાય. ૧૮૯
જે પરમ સમાધિરૂપ મહાસરોવરોમાં અવગાહન કરીને તેમાં લીન થાય છે તે વિમલ આત્મા સ્થિર થાય છે. અર્થાત્ તે સમયે આત્મા અખંડપણે સ્વરૂપમગ્ન થઈ જાય છે. આત્મસ્વરૂપમાં લીન થયેલા તે યોગીઓનો ભવમળ એટલે કર્મજન્ય અશુદ્ધતા અથવા ભવનાં કારણરૂપ કર્મ, શુદ્ધાત્મપરિણામરૂપ જળના પ્રવાહમાં વહી જાય છે.
જેમ નિર્મળ સલિલવાળા સરોવરમાં પ્રવેશ કરીને ત્યાં લીન રહેવાથી રહેનારને શાંતિ મળે છે તથા શારીરિક બાહ્ય મળ પણ દૂર થઈ જાય છે, તેમ સમાધિરૂપ સરોવરમાં અવગાહન કરવાથી આત્મા શાંતિ પામે છે તથા તેના ભાવ-મળ (રાગ-દ્વેષ આદિ વિકારો) દૂર થઈ જાય છે, તે સમાધિરૂપ સરોવરમાં શુદ્ધ પરિણામરૂપ પરમ પવિત્ર અનુપમ નીર છે, જેનાથી ભવભવના મળ દૂર થાય છે. ૧૮૯
सयल-वियप्पहँ जो विलउ परम समाहि भणंति। तेण सुहासुह-भावडा मुणि सयलवि मेल्लंति।।१९०।। सकलविकल्पानां यः विलयः तं परमसमाधि भणन्ति। तेन शुभाशुभभावन् मुनयः सकलानपि मुञ्चन्ति।। १९० ।। સર્વ વિકલ્પ વિલય થયે, પરમ સમાધિ કહાય;
તેથી શુભાશુભ ભાવ સૌ, મુનિઓ તજે સદાય. ૧૯૦
રાગાદિ સમસ્ત વિકલ્પોનો જે વિલય થવો તે પરમ સમાધિ કહેવાય છે. તે પરમ સમાધિ વડ મુનિઓ સમસ્ત શુભ-અશુભ ભાવોને તજી દે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com