Book Title: Parmatma Prakash
Author(s): Yogindudev, Ravjibhai C Desai, Gunbhadra Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 223
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૯ સર્વ ચિંતાઓનો નિષેધ કરે છે जोइय चिंति म किं पि तुहुँ जइ बीहउ दुक्खस्स। तिल तुस मित्तु वि सल्लडा वेयण करइ जवस्स।। १८७।। योगिन् चिन्तय मा किमपि त्वं यदि भीतः दुःखस्य। तिलतुषमात्रमपि शल्यं वेदनां करोत्यवश्यम्।। १८७ ।। યોગીન દુઃખથી જો ડરે, તો ચિંતવ નહિ કાય; અલ્પ માત્ર પણ શલ્ય તે અવશ્ય દુ:ખકર થાય. ૧૮૭ હે યોગી જો તું દુ:ખથી ડરે છે તો લોક સંબંધી લેશમાત્ર પણ ચિંતા ન કર. અર્થાત્ આ લોકની સર્વ ચિંતાઓ તજી પરલોકનું સાધન કર. કારણકે તિલ તુષ માત્ર પણ શલ્ય અવશ્ય વેદના ઉપજાવે છે. ચિંતા રહિત પરમાત્માથી ભિન્ન જે વિષય-કષાયની ચિંતા છે તે કોઈ રીતે ત્યાગ કરવા યોગ્ય છે. કારણકે ચિંતા માત્ર દુ:ખનું કારણ છે. એક બાણ કે કાંટો શરીરમાં પેસી ગયો હોય તો કેટલી બધી પીડા આપે છે? તેમ ચિંતા પણ આત્માને ઘણી પીડા આપે છે. ૧૮૭ मोक्खु म चिंतहि जोइया मोक्खु ण चिंतिउ होइ। जेण णिबद्धउ जावडउ मोक्खु करेसइ सोइ।।१८८।। मोक्षं मा चिन्तय योगिन् मोक्षो न चिन्तितो भवति। येन निबद्धो जीवः मोक्षं करिष्यति तदेव।।१८८ ।। મોક્ષનીય તજ ચિંતના, મોક્ષ ન ચિંતિત થાય; બંધાયો જીવ જે વડે, તે છૂટયે શિવદાય. ૧૮૮ હે યોગી! બીજી ચિંતા તો શું? પણ મોક્ષની ચિંતા પણ ન કર. કારણકે ચિંતા કરવાથી મોક્ષ મળતો નથી. પણ ઇચ્છાત્યાગથી મોક્ષ થાય છે. જે કર્મો વડે આ જીવ બંધાયેલો છે તે પરમ નિર્વિકલ્પ સમાધિના બળે જ્યારે છૂટશે ત્યારે મોક્ષ થશે. ચિંતા-ત્યાગથી આત્મા અવશ્ય મોક્ષ પામે છે. અનંત જ્ઞાનાદિ ગુણોની પ્રગટતા તે મોક્ષ છે. જ્ઞાનીઓ પ્રથમ અવસ્થામાં વિષય-કષાયને ટાળવા તથા મોક્ષમાર્ગમાં આત્મપરિણામને દઢ કરવા સભાવનાઓ ભાવે છે, જેમકે “दुक्खक्खओ, कम्मक्खओ, बोहिलाहो, सुगइगमणं । સમાદિમર, નળ સંપત્તી હોય માં !” ચતુર્ગતિનાં દુઃખ નાશ પામો, સર્વ કર્મ ક્ષય થાઓ, જ્ઞાનનો લાભ થાઓ, સુગતિમાં ગમન થાઓ, સમાધિમરણની પ્રાપ્તિ થાઓ અને જિનરાજના Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240