________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૨૦૭
णिट्ठर वयणु सुणेवि जिय जइ मणि सहण ण जाइ । तो लहु भावहि बंभु परु जिं मणु झत्ति विलाइ ।। १८४ ।। निष्ठुरवचनं श्रुत्वा जीव यदि मनसि सोढुं न याति । ततो लघु भावय ब्रह्म परं येन मनो झटिति विलीयते ।। १८४ ।।
નિષ્ઠુર વચન સુણી યદિ મનમાં સહ્યું ન જાય; ભાવ શીઘ્ર ૫૨માતમા, કે મન લય ઝટ થાય. ૧૮૪
હે જીવ, કોઈનું કઠોર વચન સાંભળીને જો તું તેને મનમાં સહન કરી શકતો નથી, તો પરબ્રહ્મનું તરત જ ધ્યાન કર કે જેથી આ મન ત્યાં શીઘ્ર તલ્લીન થઈ જાય. પરમાત્માને ધ્યાવવાથી ક્રોધાદિ કષાયો ઉપશાંતતાને પામે છે.
કોઈનું કઠોર વચન જો સહન થતું ન હોય તો કષાયભાવને શાંત કરવા માટે આત્મભાવનામાં લીન થઈ જવું યોગ્ય છે. અર્થાત્ તે સમયે આત્મભાવના ભાવવી જોઈએ કે જેથી પોતાને કષાયભાવ જાગૃત ન થાય તથા મન પણ સ્વાધીન થઈ જાય. ૧૮૪
કર્મવશે જીવ ભિન્ન ભિન્ન જાતિઓ પામે
છેઃ
लोउ विलक्खणु कम्म-वसु इत्थु मवंतरि एइ । चुज्जु कि जइ इहु अप्पि ठिउ इत्थु जि भवि ण पडेइ।। १८५।।
लोकः विलक्षणः कर्मवश: अत्र भवान्तरे आयाति । आश्चर्यं किं यदि अयं आत्मनि स्थितः अत्रैव भवे न पतति ।। १८५ ।।
લોક વિલક્ષણ કર્મવશ ભમે, ભવોભવ તેમ; સ્વરૂપે સ્થિત તો અહીં ભવે, પડે ન અચરજ કેમ ? ૧૮૫
૫રમાત્મતત્ત્વથી વિપરીત લક્ષણયુક્ત એવો આ લોકસમુદાય કર્મવશ વર્તતો આ ભવ, પરભવમાં રખડે છે. પણ જો આ જીવ આત્મામાં સ્થિર થાય તો આ ભવમાં પણ ન પડે અને કર્મથી પણ ન લેપાય-તેમાં આશ્ચર્ય શું?
જ્યાં સુધી મન આત્મામાં લીન થતું નથી ત્યાં સુધી સંસારમાં પરિભ્રમણ થાય છે, અનેક ભવ ધારણ કરવા પડે છે. પરંતુ આત્મદર્શી થવાથી આત્મા કર્મોને ઉપાર્જન કરતો નથી અને તેથી ભવમાં ભ્રમણ પણ થતું નથી, એમાં કોઈ આશ્ચર્ય નથી. જેને સંસાર અસાર જણાયો છે તે જીવ સંસા૨શરી૨ અને ભોગોથી વિરક્ત થઈ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ તથા કષાયનો
ત્યાગ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com