________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૨૦૫
भिण्णउ वत्थु जि जेम जिय देहहँ मण्णइ णाणि । देहु वि भिण्णउँ णाणि तहँ अप्पहँ मण्णइ जाणि ।। १८१ । । भिन्नं वस्त्रमेव यथा जीव देहात् मन्यते ज्ञानी । देहमपि भिन्नं ज्ञानी तथा आत्मानः मन्यते जानीहि ।। १८१।।
હે જીવ, જ્ઞાની જ્યમ ગણે, વસ્ત્ર દેહથી ભિન્ન; તેમ દેહ પણ આત્મથી, માને જ્ઞાની વિભિન્ન. ૧૮૧
જેમ કોઈ બુદ્ધિમાન મનુષ્ય લાલ વસ્ત્રથી શરીરને લાલ માનતો નથી, તેમ વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદનજ્ઞાની શ૨ી૨ લાલ હોવાથી આત્માને લાલ માનતા નથી.
જેમ કોઈ બુદ્ધિમાન મનુષ્ય વસ્ત્ર જીર્ણ થવાથી દેહને જીર્ણ થયેલો માનતો નથી, તેમ જ્ઞાની આત્મા શરીરની જીર્ણતાથી આત્માને જીર્ણ માનતા નથી.
જેમ કોઈ પ્રજ્ઞાવંત મનુષ્ય વસ્ત્રનાશથી દેહનો નાશ માનતો નથી, તેમ સ્વસંવેદનજ્ઞાની પણ દેહના નાશથી આત્માનો નાશ માનતા નથી.
હું જીવ, જેમ જ્ઞાની વસ્ત્રને દેહથી ભિન્ન માને છે, તેમ આત્મજ્ઞ આત્માઓ શરીરને પણ આત્માથી જુદુ માને છે, એમ તું યથાર્થપણે જાણ.
જેમ શરી૨ અને વસ્ત્ર એકમેક જેવાં ભાસે છે, પણ વાસ્તવિક રીતે જુદાં છે તેમ આત્મા અને શરીર પણ ભિન્ન છે. વીતરાગ સ્વસંવેદનજ્ઞાની દેહના ધર્મોને આત્માના ધર્મ માનતા નથી, કારણકે બન્નેનાં લક્ષણ જુદાં જુદાં છે. શરીરની રક્તતાથી, જીર્ણતાથી કે વિનાશથી આત્મા રક્ત જીર્ણ કે વિનષ્ટ થતો નથી. જો એકના ધર્મથી બીજાનો વિનાશ થાય તો સંપૂર્ણ દ્રવ્ય-વ્યવસ્થા અવ્યવસ્થિત થઈ જાય. ૧૭૯ થી ૧૮૧
આ દેહ જ શત્રુ છે તેને હું જીવ તું મિત્ર ન જાણ
इहु तणु जीवड तुज्झ रिउ दुक्खइँ जेण जणेइ ।
सो पर जाहि मित्तु तुहुँ जो तणु एहु हणेइ ।। १८२ ।।
इयं तनुः जीव तव रिपुः दुःखानि येन जनयति । तं परं जानीहि मित्रं त्वं यः तनुमेतां हन्ति ।। १८२ ।।
આ તન જીવ તુજ શત્રુગણ, દુ:ખ ઉપજાવે એહ; તો આ તનને જે હણે, મિત્ર ૫૨મ ગણ તેહ. ૧૮૨
Please inform us of any errors on rajesh@AtmaDharma.com