________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૨૦૬
હૈ જીવ, આ શરીર છે તે તારું દુશ્મન છે, કારણકે તે અનેક દુઃખો ઉત્પન્ન કરે છે. માટે જે આ શરીરનો ઘાત કરે છે તેને તું પરમ મિત્ર જાણ.
આ શરીર દુઃખ આપનાર હોવાથી તારો શત્રુ છે. એના ઉપર પ્રેમપ્રીતિ ન કર, શરીરની સેવા કરનાર ઉપર પણ રાગ ન કર. જે આ શરીરનો ઘાત કરે છે તેના પ્રતિ દ્વેષ ન રાખતાં તેને પોતાનો મિત્ર માન. જેમ પાંડવોએ મુનિ અવસ્થામાં ઉપસર્ગ કરનાર કૌરવ કુમા૨ો ઉ૫૨ દ્વેષભાવ ન કર્યો, તેમ જ્ઞાનીઓનો આ સ્વભાવ છે કે તે ઘાતક જીવો પ્રતિ પણ દ્વેષ કરતા નથી. સત્પુરુષો આત્મસ્વરૂપમાં લીન થઈ અપૂર્વ આત્માનંદ આસ્વાદે છે કે જેથી આ જગતમાં કોણ શત્રુ છે કે કોણ મિત્ર છે તેની પણ ખબર રાખતા
નથી. ૧૮૨
પાપના ઉદયમાં પણ પોતાનો સ્વભાવ ન તજવો, પણ ધીરજ રાખવી એમ ઉપદેશ કરે છે:
उदयहँ आणिवि कम्मु मइँ जं भुंजेवउ होइ ।
तं सइ आविउ खविउ मइँ सो पर लाहु जि कोइ ।। १८३ । । उदयमानीय कर्म मया यद् भोक्तव्यं भवति । तत् स्वयमागतं क्षपितं मया स परं लाभ एव कश्चित् ।। १८३ ।।
ઉદય આણીને કર્મ જે, ખપાવવા મુજ ઇહુ; સ્વયં આવ્યું, ખપાવ્યું તો, લાભ ૫૨મ ગણું એહ. ૧૮૩
ઉદયમાં આણીને જે કર્મ મારે ભોગવી લેવાં જોઈએ તે જ સ્વયં ઉદયમાં આવેલાં છે, તો તેને ખપાવું એ જ કોઈ પરમ લાભ છે.
કેટલાક મહાપુરુષો મહાન દુર્ધર તપશ્ચર્યા કરીને કર્મને ઉદયમાં લાવીને વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિર થઈને કર્મોને ખપાવે છે. અત્યારે ઉદયમાં આવેલાં કર્મોને જોઈને આત્માને સંતોષ થવો જોઈએ કે જે કર્મોને ક્ષય કરવા અનેક પ્રકારના તપ વગેરેની જરૂર હતી તે કર્મો સ્વયમેવ ઉદયમાં આવી ગયાં છે તેથી મને આનંદ છે એમ માનીને સંતોષ ધરવો જોઈએ. પરિષહ અથવા ઉપસર્ગ આદિને લીધે આવેલા કર્મોદયને જ્ઞાનીઓ સમતાપૂર્વક સહન કરીને કર્મનિર્જરા કરે છે, અને તે કર્મક્ષયને એક મહાન લાભ તરીકે ગણે છે. ૧૮૩
કષાયભાવને રોકવા માટે નિર્વિકલ્પ આત્મતત્ત્વની ભાવના કરવી જોઈએ, એમ પ્રતિપાદન કરે છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com