________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૮
કરી આત્મભાવનામાં અત્યંતપણે તલ્લીન થાય છે, તત્પર થાય છે. તેથી આત્મભાવનાના બળથી સંસારપરિભ્રમણનો અંત આવે છે. ૧૮૫ ક્રોધ ન કરવો એમ કહે છે
अवगुण-गहणइँ महुतणइँ जइ जीवहँ संतोसु। तो तहँ सोक्खहँ हेउ हउँ इउ मण्णिवि चइ रोसु।। १८६।। अवगुणग्रहेन मदीयेन यदि जीवानां सन्तोषः। ततः तेषां सुखस्य हेतुरहं इति मत्वा त्यज रोषम्।। १८६ ।। મુજ અવગુણ ગ્રહીને યદિ, ગણે જીવો સંતોષ;
તો સુખહેતુ હું તેમને, ગણી તજી દેજે રોષ. ૧૮૬
જો મારા અવગુણ (દોષ) ગ્રહણ કરવાથી જીવોને સંતોષ થતો હોય તો તેથી હું તેઓને સુખનું કારણ થાઉં છું, એમ માનીને તું રોષનો ત્યાગ કર.
યદિ અજ્ઞાની જીવો મારા દોષો ગ્રહણ કરીને સંતોષ પામે છે તો હું તેઓને સુખનું કારણ થાઉં છું. સંસારમાં પરોપકારી પુરુષો તો બીજાઓને ધનાદિ આપીને સુખી કરે છે અને હું તો તેઓને કંઈ પણ આપતો નથી. માત્ર તેઓ દોષ ગ્રહણ કરીને સંતોષ માને છે એમાં મારું શું બગડે છે? એમ માનીને હે જીવ તું રોષ ન કર. અથવા જગતવાસી જીવો મારા અનંતજ્ઞાનાદિ ગુણો ગ્રહણ કરતા નથી; માત્ર દોષ જ ગ્રહણ કરે છે કે જે દોષો માટે કાઢવા જ છે, એમ માનીને હું જીવ તું ક્રોધનો પરિહાર કર. અથવા આ દોષો મારા છે, કહેનાર સત્ય બોલે છે. એમાં મારે રોષ કરવાની શી જરૂર? એમ સમજીને હું જીવ તું રોષત્યાગ કર અથવા મારામાં દોષ નથી તો એના કહેવાથી હું કંઈ દોષવાળો થવાનો નથી એમ સમજીને ક્ષમા રાખવી જોઈએ. સામો જીવ પરોક્ષમાં જ મારા દોષો ગ્રહણ કરે છે. પ્રત્યક્ષમાં તો નહિ, એટલું સારું છે એમ સમજીને ક્ષમા રાખવી. વળી અજ્ઞાની આત્મા વચન માત્રથી જ મારા દોષો ગ્રહણ કરે છે. પણ શરીરને પીડતો નથી માટે મારે ક્ષમા રાખવી યોગ્ય છે. અથવા આ દુષ્ટ જીવ શરીરને પીડા કરે છે પણ મને મારી નાખતો નથી એમ માનીને ક્ષમા રાખવી. અથવા પ્રાણ વિનાશ કરે છે પરંતુ ભેદઅભેદ રત્નત્રયની ભાવનાનો નાશ નથી કરતો, એમ માનીને સર્વ પ્રકારે ક્ષમા કર્તવ્ય છે. આ ગાથામાં ક્ષમા ધારણ કરવાના અનેક ઉપાયો બતાવ્યા છે તે ઉપાયોને આચરવાથી ક્રોધાદિ કષાયો શાંત થાય છે. ૧૮૬
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com