Book Title: Parmatma Prakash
Author(s): Yogindudev, Ravjibhai C Desai, Gunbhadra Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 232
________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૨૧૮ નિષ્કારણ બંધુ છે, હિતકારી છે. તે ભગવાન સદા અવ્યાબાધ અવિનાશી આત્મિક અનંત સુખમાં લીન રહે છે. તેઓ કોઈ કાળે જન્મ ધારણ કરવાના નથી. કારણકે જન્મનાં કારણભૂત એવાં કર્મોનો તેઓએ સર્વથા ક્ષય કર્યો છે. ૨૦૨ નમ્મળ-મરણ-વિવષ્ક્રિયત્ત ઘણ-૧ફ-ટુવા-વિમુ ુ केवल-दंसण-णाणमउ णंदइ तित्थु जि मुक्कु । । २०३ ।। નન્મ-મરણ-વિવર્ણિત: चतुर्गतिदुःखविमुक्तः। केवलदर्शनज्ञानमयः नन्दति तत्रैव મુન્ત:।।૨૦૩।। જન્મ-મ૨ણ વિરહિત એ, ચતુર્ગતિ દુ:ખમુક્ત; કેવલદર્શન જ્ઞાનમય, વિલસે તહીં જ મુક્ત. ૨૦૩ તે સિદ્ધ ભગવાન જન્મ અને મરણથી રહિત છે, ચાર ગતિનાં દુઃખથી તેઓ સર્વકાળને માટે છુટી ગયા છે, કેવલજ્ઞાન તથા કેવલદર્શનયુક્ત છે, આઠ કર્મથી મુક્ત છે અને સિદ્ધાલયમાં સ્વસ્વરૂપમાં નિત્ય આનંદમાં વિલાસ કરે છે. સહજ શુદ્ધ પરમાનંદ એક અખંડ સ્વસ્વભાવમાં જે મગ્ન રહે છે, નર, નારકાદિ ગતિનાં દુ:ખોથી જે સર્વથા મુક્ત થયા છે, જન્મ-મરણરૂપ વ્યાધિઓનો જેને અભાવ છે. સમસ્ત લોકાલોકને એક સાથે જે જાણે છે, અનંતજ્ઞાનાદિ ગુણોનો જે ભંડાર છે એવા સિદ્ધ પરમાત્મા સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ તથા સ્વભાવરૂપ સ્વચતુષ્ટયમાં નિત્ય વસતાં છતાં લોકના અગ્રભાગમાં વિરાજમાન રહે છે. સકળ કર્મોપાધિ રહિત અનંતગુણ સહિત તે પરમાત્મા મોક્ષમાં અનંત આનંદમાં વિલાસ કરે છે. ૨૦૩ હવે પરમાત્મપ્રકાશની ભાવનામાં લીન થયેલા પુરુષોને શું ફળ થાય છે તે બતાવે છે– ते परमप्प-पयासु मुणि भाविं भावहिं सत्थु । मोहु जिणेविणु सयलु जिय ते बुज्झहिं परमत्थु ।। २०४ ।। ये परमात्प्रकाशं मुनयः भावेन भावयन्ति शास्त्रम्। मोहं जित्वा सकलं जीव ते बुध्यन्ति परमार्थम्।। २०४।। જે મુનિ ભાવે ભાવતા, આ ૫૨માત્મ-પ્રકાશ; સર્વ મોહ જીતી તે લહે, જીવ, ૫૨માર્થ-પ્રકાશ. ૨૦૪ હૈ જીવ, જે મુનિઓ ભાવથી આ પરમાત્મપ્રકાશ નામવાળા શાસ્ત્રનું ચિંતન કરે છે, -અર્થાત્ સતત અભ્યાસ કરે છે, તેઓ સમસ્ત મોહને જીતીને શુદ્ધ સહજ આત્મસ્વરૂપ પરમતત્ત્વને જાણે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 230 231 232 233 234 235 236 237 238 239 240