________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૨ આ ચતુષ્પદ છંદમાં શુદ્ધાત્માનું સ્વરૂપ કહે છેएहु जु अप्पा सो परमप्पा कम्मविसेसें जायउ जप्पा। जामइँ जाणइ अप्पें अप्पा तामइँ सो जि देउ परमप्पा।। १७४।। एष यः आत्मा स परमात्मा कर्मविशेषेण जातः जाप्यः। यदा जानाति आत्मना आत्मानं तदा स एव देवः परमात्मा।। १७४ ।। આ આતમા જ પરમાતમા, કર્મ વસે બહિરાભ;
સ્વને સ્વથી જાણ્ય બને, સ્વય દેવ પરમાત્મ. ૧૭૪
આ જે સ્વસંવેદન જ્ઞાને કરી જાણવા યોગ્ય આત્મા છે તે જ પરમાત્મા છે, વ્યવહારનયથી તે અનાદિ કર્મબંધનને લીધે પરનો જ જાપ કરતો પરાધીન થયેલો છે. જ્યારે આ આત્મા આત્મા વડે આત્માને જાણે છે ત્યારે આત્મા જ બની પરમ આરાધ્યદેવ થાય છે.
સ્વશુદ્ધાત્મસ્વરૂપના અનુભવકાળે નિજ શુદ્ધ આત્મભાવના-જનિત વીતરાગ સુખના આસ્વાદમાં, અનુભવમાં જે આત્મા રમણતા કરે છે (વી વ્યક્તિ દ્રીતીતિ વેવ.) તે દેવ છે, તે પરમ આરાધ્ય પરમાત્મા છે. આત્મા શુદ્ધ નિશ્ચયની અપેક્ષાએ કવલી ભગવાન સમાન છે. દેહમાં રહેલો આત્મા પણ શક્તિરૂપે પરમાત્મા છે. જો વર્તમાનમાં આત્મા શક્તિરૂપે પરમાત્મા ન હોય તો પછી પુરુષાર્થ એટલે મોક્ષમાર્ગની આરાધના કરવાથી વ્યક્તિરૂપે પરમાત્મસ્વરૂપ કયાંથી પ્રાપ્ત થાય? ત્યારે પરમાત્મસ્વરૂપ પ્રગટે છે તેથી વર્તમાનમાં પરમાત્મપણું શક્તિરૂપે છે એમ માનવું યથાયોગ્ય ગણાય. ૧૭૪
जो परमप्पा णाणमउ सो हउँ देव अणंतु। जो हउँ सो परमप्पु परु एहउ भावि णिभंतु।।१७५।। यः परमात्मा ज्ञानमयः स अहं देवः अनंतः। यः अहं स परमात्मा परः इत्थं भावय निर्धान्तः ।। १७५ ।। જે પરમાત્મા જ્ઞાનમય, તે હું દેવ અનંત;
જે હું તે પરમાતમા, એમ ભાવ નિર્કાન્ત. ૧૭૫ જ્ઞાનસ્વરૂપ જે પરમાત્મા છે તે અનંત જ્ઞાનાદિ ગુણયુક્ત દેવરૂપ હું છું. અને જે હું છું તે જ ઉત્કૃષ્ટ પરમાત્મા છે, આ પ્રકારની તું નિઃસંદેહપણે ભાવના કર.
જેવો અનંતજ્ઞાનાદિ ગુણોનો ભંડાર શુદ્ધબુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છે તેવો હું પણ છું. જો કે વ્યવહારનયથી હું વર્તમાનમાં આઠ પ્રકારનાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com