________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨OO
ભવ અને ભાવરૂપ સંસારથી મુક્ત થવાનો ઉપાય ચિંતાત્યાગ છે. ચિંતાયુક્ત જીવને નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ થતી નથી. બીજાની તો શી વાત ! પણ તીર્થંકરદેવ પણ જ્યાં સુધી છદ્મસ્થ અવસ્થામાં શુભાદિની ચિંતાવાળા હોય છે ત્યાં સુધી તેઓને પણ શુદ્ધોપયોગની સિદ્ધિ થતી નથી. હંસાચાર એટલે પરમાત્મસ્વરૂપમાં રમણતા પણ બાહ્ય અથવા માનસિક ચિંતાઓના ત્યાગથી જ થાય છે. તીર્થંકરદેવ પણ નિશ્ચિત થઈ વ્રત ધારણ કરે છે, તપ તપે છે, ત્યારે પરમાત્મસ્વરૂપને પામે છે. માટે જાયેલા, સાંભળેલા તથા અનુભવેલા ભોગોની આકાંક્ષાદિરૂપ સમસ્ત વિકલ્પ તજીને, ચિંતા રહિત થઈ, શુદ્ધાત્મતત્ત્વની ભાવના ભાવવી જોઈએ. પરપદાર્થોની ચિંતા તજવાથી આત્મધ્યાન થઈ શકે છે, પણ ચિંતાથી તો ચિત્ત ચલાયમાન થઈ જાય છે, માટે તે હેય છે. ૧૭)
जोइय दुम्मइ कवुण तुहँ भव-कारणि ववहारि। बभु पवंचहिं जो रहिउ सो जाणिवि मणु मारि।।१७१।। योगिन् दुर्मतिः का तव भवकारणे व्यवहारे। ब्रह्म प्रपच्चैर्यद् रहितं तत् ज्ञात्वा मनो मारय।।१७१ ।। ભવ-કારણ વ્યવહારમાં, તુજ દુભૂતિ શી અપાર ?
બ્રહ્મ પ્રપચ રહિત છે, તે જાણી મન માર. ૧૭૧
હે યોગી, તારી આ દુબુદ્ધિ તે કેવી કે તું સંસારનાં કારણોમાં પુરુષાર્થ કર્યા કરે છે! હવે તો તું માયારહિત બ્રહ્મ-નિજ શુદ્ધ સહજાન્મસ્વરૂપ છે તેને જાણીને મનને માર.
| હે જીવ, શું તારી આ દુબુદ્ધિ કે તું સંસારનાં કારણોમાં તન, મન, ધનથી જોડાય છે! અરે ! હવે તે પ્રકારની પ્રવૃત્તિને તજી દઈ સ્વશુદ્ધાત્માને જાણી મનને પરમાત્મસ્વરૂપમાં એકાગ્ર-તલ્લીન કર કે જેથી ભવભ્રમણ ટળી જઈ પરમ સમાધિજન્ય પરમસુખ અનંતજ્ઞાન-આનંદ આદિનો લાભ થાય.
વીતરાગ વસંવેદનજ્ઞાનથી શુદ્ધાત્માને જાણીને શુભાશુભ વિકલ્પ જાળરૂપ મનને જીતવું જોઈએ. મનને વશ કર્યા વિના નિર્વિકલ્પ ધ્યાનની સિદ્ધિ નથી. મનને વશ કરવાથી આત્મસ્વરૂપમાં સ્થિરતા થાય છે તથા તેથી નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ થાય છે. માટે સર્વ શુભાશુભ વ્યવહારનો ત્યાગ કરીને એક શુદ્ધ આત્મતત્ત્વની ઉપાસના કરવી જોઈએ. ૧૭૧
सव्वहिं रायहिं छहिं रसहिं पंचहिं रुवहिं जंतु। चित्तु णिवारिवि ज्ञाहि तुहँ अप्पा देउ अणंतु।।१७२।। સર્વે: રા: મિ: રસૈ: પવૂમિ: પૈ: Tચ્છા चित्तं निवार्य ध्याय त्वं आत्मानं देवमनन्तम्।। १७२ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com