________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૧ સર્વ રાગ જ રસ અને પંચ રૂપે ભમનાર; ચિત્ત રોકી ચિંતવ સદા, આત્મા દેવ અપાર. ૧૭૨
હે પ્રભાકર ભટ્ટ, સર્વ પ્રકારના રાગ વડે, છ પ્રકારના રસ વડે અને પાંચ પ્રકારના રૂપ વડે ચલાયમાન થતા ચિત્તને રોકીને અનંત ગુણવાળા એવા આત્માનું ચિંતવન કર કારણકે આત્મા જ આ સંસારમાં ઉત્તમમાં ઉત્તમ દેવ છે.
વીતરાગ પરમ આનંદ-સુખમાં રમણતા કરનાર, કેવલજ્ઞાનાદિ અનંત ગુણવાળા અવિનાશી શુદ્ધ આત્મસ્વરૂપનું એકાગ્ર ચિત્ત થઈને ધ્યાન કર. ચિત્તની એકાગ્રતા અર્થે શુદ્ધાત્મ દ્રવ્યથી ભિન્ન એવા સમસ્ત રાગાદિભાવ તથા રૂપ, રસ, ગંધ સ્પર્ધાદિમાં આસક્તિ ન કર. પરપદાર્થોમાંથી ચિત્તવૃત્તિને નિવારીને નિરંતર એક શુદ્ધાત્મદેવની આરાધના કર. પાંચ ઇન્દ્રિયના ભોગોસર્વ પદાર્થો આ આત્માથી અત્યંત ભિન્ન છે, એમ જાણ. ૧૭૨
જે સ્વરૂપે આત્માને વિચારવામાં આવે તે સ્વરૂપે આત્મા પરિણમે છે, એમ કહે છે
जेण सरूविं झाइयइ अप्पा एहु अणंतु। तेण सरूविं परिणवइ जह कलिहउ-मणि मंतु।। १७३।। येन स्वरुपेण ध्यायते आतमा एषः अनंतः। तेन स्वरुपेण परिणमति यथा स्फटिकमणिः मंत्रः।। १७३ ।। ધ્યાવો જે રૂપે તમે, આત્મા દેવ અનંત;
તે રૂપે તે પરિણમે, જેમ સ્ફટિકમણિ મંત્ર. ૧૭૩
આ પ્રત્યક્ષ સ્વરૂપ અવિનાશી આત્મા જે સ્વરૂપે ધ્યાન કરાય છે, તે સ્વરૂપે સ્ફટિકમણિ કે ગારુડી આદિ મંત્રની માફક પરિણમે છે.
આ આત્મા શુભ-અશુભ તથા શુદ્ધ એમ ત્રણ પ્રકારના ઉપયોગમાં પરિણમે છે. જે આત્મા અશુભનું ધ્યાન કરે તો પાપરૂપે પરિણમે છે, શુભ વડે પુણ્યરૂપે પરિણમે છે અને શુદ્ધ વડ શુદ્ધરૂપે પરિણમે છે. જેમ સ્ફટિક મણિ પાસે રહેલાં રાતા, પીળા આદિ પુષ્પોને લીધે તે પ્રકારે પરિણમન કરે છે, અર્થાત્ તે સ્ફટિક લાલ, પીળો દેખાય છે, ભાસે છે, તેમ જીવ દ્રવ્ય જે ઉપયોગરૂપે પરિણમે છે તે રૂપે ભાસે છે. જેમ ગારુડી આદિ મંત્રોમાંથી ગારુડી મંત્ર ગરુડરૂપ ભાસે છે, અને તેથી સર્પ ડરી જાય છે, તેમ ચિંતનાનુસાર, ભાવાનુસાર આત્મસ્વરૂપ શુભ-અશુભ કે સુખ-દુઃખરૂપ પરિણમે છે. માટે મુમુક્ષુ જીવે રાગાદિ વિકલ્પો તજી એક શુદ્ધ આત્મામાં જ અથવા શુદ્ધ સ્વરૂપના ચિંતવનમાં ચિત્તવૃત્તિ જોડવી જોઈએ. ૧૭૩
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com