________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૩ ઉજ્જડને વાસિત કરે વાસિત કરી દે શૂન્ય;
પુણ્ય-પાપ વિણ યોગિયો પૂજું ગણું હું ધન્ય. ૧૬૦
જે ઉજ્જડને વસાવે છે એટલે પૂર્વે ન થયેલા એવા શુદ્ધોપયોગ રૂપ પરિણામોને સંવેદન જ્ઞાનના બળથી પોતાના હૃદયરૂપ નગરમાં વસાવે છે, -પોતાના હૃદયમાં સ્થાપન કરે છે, અને જે અનાદિકાળના વસી રહેલાં મિથ્યાત્વ આદિ પરિણામોને ઉજ્જડ કરે છે, એટલે અંતરમાંથી કાઢી નાખે છે તથા જેને પાપ અને પુણ્ય નથી તે યોગીની હું પૂજા કરું છું.
અનાદિકાળનાં મિથ્યાત્વ રાગાદિ પરિણામોને દૂર કરી શુદ્ધ પરિણામરૂપ વસ્તીને જે વસાવે છે એવા મહાત્માઓ પુણ્ય તથા પાપથી અલિપ્ત રહે છે, અર્થાત્ શુભ તથા અશુભ પરિણામોમાં પરિણમતા નથી. પરંતુ શુદ્ધાત્મભાવરૂપ સ્વસ્વભાવમાં રહે છે તેવા મહાત્માઓને ધન્ય છે. તે જ પૂજા-પ્રશંસાને યોગ્ય છે. ૧૬૦ નિર્વિકલ્પ સમાધિનો ઉપદેશ કરે છે
तुट्टइ मोहु तडित्ति जहिं मणु अत्थवणहँ जाइ। सा सामिय उवएसु कहि अण्णे देविं काइँ।। १६१।। त्रुट्यति मोहः झटिति यत्र मनः अस्तमनं याति। तं स्वामिन् उपदेशं कथय अन्येन देवेन किम्।। १६१ ।। મોહ તૂટે ઝટ જેમ ને પામે ચિત્ત વિરામ;
સ્વામિન્, તે ઉપદેશ દો, દેવ અવર શું કામ ? ૧૬૧ હે સ્વામી, મને તે ઉપદેશ આપો કે જેથી મારા પરમાત્મસ્વરૂપમાંથી મોહ તરત જ નાશ પામે અને આ ચપળ મન સ્થિર થઈ જાય. બાકી બીજા દેવોનું મારે કામ છે?
મોહને લીધે મારો આત્મા અનાદિકાળથી સ્વસ્વરૂપથી વિમુખ થઈ રહ્યો છે. માટે જેથી આત્મા મોહરહિત થઈ શીધ્ર સ્વસ્વરૂપ સન્મુખ થાય તેવો ઉપદેશ આપની પાસે સાંભળવાને હું આતુર છું. અન્ય મિથ્યાત્વી દેવ તથા કુગુરુઓનું મારે કંઈ કામ નથી. ૧૬૧ શ્રીસદ્ગર ઉત્તર આપે છે
णास-विणिग्गउ सासडा अंबरि जेत्थु विलाइ। तुट्टइ मोहु तड ति तहिं मणु अत्थवणहँ जाइ।। १६२।। नासाविनिर्गतः श्वासः अम्बरे यत्र विलीयते। त्रुट्यति मोहः झटिति तत्र मनः अस्तं याति।। १६२ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com