________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૬
જે ધ્યાની પુરુષ નિર્વિકલ્પ સમાધિમાં મનને સ્થિર કરે છે, તેનો મોહ શીઘ્ર નાશ પામે છે અને તે જ્ઞાનાપેક્ષાએ લોકાલોક પ્રમાણ આત્માને પામે છે.
જેમ આકાશમાં જ સર્વ પદાર્થો છે, છતાં આકાશ પોતાના સ્વરૂપમાં જ છે, તેમ ચિકૂપ આત્મા રાગાદિ સર્વ ઉપાધિઓથી રહિત છે, શૂન્ય છે. માટે અત્રે આકાશ શબ્દથી શુદ્ધ સ્વરૂપનું ગ્રહણ છે. વ્યવહારનયથી જ્ઞાન લોકાલોક પ્રકાશક છે અને નિશ્ચયથી સ્વસ્વરૂપ પ્રકાશક છે. આત્માનું કેવલજ્ઞાન લોકાલોકને જાણે છે. તેથી આત્મા પણ જ્ઞાનની અપેક્ષાએ લોકાલોક પ્રમાણ કહેવાય છે, પરંતુ પ્રદેશોની અપેક્ષાએ લોકાલોક પ્રમાણ નથી, અશરીર પ્રમાણ છે. જ્ઞાન પદાર્થોને જાણે છે પણ તેમાં તન્મય થતું નથી. જેમ આંખ પદાર્થને જાણે છે તેમ જ્ઞાન પણ જાણે છે, જો આંખ પદાર્થની સાથે એકમેક થાય તો પદાર્થના ગુણ આંખમાં આવવાથી આંખને પીડા આદિ થાય; અર્થાત્ અગ્નિના જ્ઞાન સમયે આંખને પણ ગરમી લાગે પણ તેમ થતું નથી. તેમ આત્માનું જ્ઞાન પણ પદાર્થો સાથે એકમેક થતું નથી. જો જ્ઞાન એકમેક થઈ પરપદાર્થોને જાણે તો પરનાં સુખદુ:ખને જાણતાં આ આત્માને પણ સુખ-દુઃખ થાય, સુખદુઃખના અનુભવની પ્રાપ્તિ થાય, પણ તેમ થતું નથી, જ્ઞાન પદાર્થોને તથા તેના ધર્મોને જાણે છે પણ તેથી પરનાં સુખદુ:ખને અનુભવતું નથી. અનુભવ તો પોતાનો જ હોય છે. માટે નિશ્ચયથી આત્મા અસર્વગત છે, વ્યવહારનયથી જ્ઞાનાપેક્ષાએ સર્વગત છે અને પ્રદેશોની અપેક્ષાએ નિશ્ચયથી લોકપ્રમાણ અસંખ્યાત પ્રદેશી છે તથા વાસણમાં રાખેલા દીપકની સમાન દેહપ્રમાણ છે. ચારે ગતિમાં જેવું શરીર મળે છે તે પ્રમાણે આત્મપ્રદેશો સંકોચ-વિસ્તાર પામે છે. વ્યવહારનયથી આત્મા સંકોચ-વિકાસનું ભાજન પણ છે. ૧૬૪
देहि वसंतु वि णवि मुणिउ अप्पा देउ अणंतु। अंबरि समरसि मणु धरिवि सामिय णटु णिभंतु।।१६५।। देहे वसन्नपि नैव मतः आत्मा देवः अनंतः। अम्बरे समरसे मनः धृत्वा स्वामिन् नष्ट: निर्धान्तः।। १६५।। સમાધિ સમરસ મન ધરી, આત્મા દેવ અનંત;
તન-સ્થિત પણ જાણ્યો નહીં થયો નષ્ટ ભગવંત. ૧૬૫
હે સ્વામી, દેહમાં રહેવા છતાં પણ આત્મરૂપી દેવ અનંત ગુણોના ધામરૂપ છે, તેને સમભાવરૂપ સમાધિમાં મનને ધારણ કરીને મેં જાણ્યો નથી અને તેથી જ આજ સુધી હું ચતુર્ગતિરૂપ સંસારમાં ભટકયો છું.
શિષ્ય કહે છે કે આજ સુધી રાગાદિ વિભાવરહિત નિર્વિકલ્પ સમાધિમાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com