Book Title: Parmatma Prakash
Author(s): Yogindudev, Ravjibhai C Desai, Gunbhadra Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 209
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૫ સમાધિમાં જો વાસ તો શીઘ્ર મોહ લય થાય; શ્વાસ તૂટે મન પણ મરે કેવલરવિ પ્રગટાય. ૧૬૩ જે મુનિઓ પરમ સમાધિમાં નિવાસ કરે છે, તેમનો મોહ નાશ પામે છે, મન મરી જાય છે, શ્વાસોચ્છવાસ રોકાઈ જાય છે અને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. આ ગાથામાં અંબર એટલે આકાશ શબ્દથી વિષય-કષાયના વિકલ્પોથી રહિત પરમ સમાધિનું ગ્રહણ છે, પણ આકાશનું ગ્રહણ નથી, વાયુ શબ્દથી કુંભક, પૂરક, રેચક આદિ વાયુનો નિરોધ અર્થ ન કરવો, પરંતુ નિર્વિકલ્પ સમાધિમાં મુનિની ઇચ્છા વગર પવન સ્વયં બ્રહ્મદ્વાર નામનું સૂક્ષ્મછિદ્ર કે જેને તાલુરંધ્ર કહે છે, ત્યાંથી નીકળે છે, તેનું ગ્રહણ છે. ધ્યાની-મુનિઓ પવન રોકવાનો પ્રયત્ન કરતા નથી. પણ સહજ સ્વભાવે પવન સ્થિર થાય છે અને મન પણ સ્થિર થાય છે એવો સમાધિનો પ્રભાવ છે. અન્ય સ્થળે કહ્યું છે કેઅજ્ઞાનીઓ અંબર શબ્દથી આકાશને સમજે છે, પરંતુ જ્ઞાનીઓ તો તે શબ્દથી ધ્યાનના પ્રકરણમાં પરમસમાધિરૂપ નિર્વિકલ્પ દશાને સમજે છે. નિર્વિકલ્પ દશામાં મન મરણ પામે છે, પવનનો ક્ષય થાય છે, સર્વ અંગ ત્રિભુવનની સમાન થાય છે. અર્થાત વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન થવાથી તેમાં સમસ્ત લોક જણાય છે. પરમસમાધિમાં સ્થિત આત્માનો સમસ્ત મોહ નાશ પામે છે. વીતરાગ માર્ગમાં આધ્યાત્મિક યોગની પ્રધાનતા છે, કારણ કે તે યોગથી આત્મા કર્મબંધનોને તોડી મોક્ષપદને પામે છે. બાકી બીજા યોગ શરીર માટે ઉપયોગી છે. વાયુધારણાદિ શરીરની નિરોગતા માટે ઉપયોગી છે પણ આત્મમાર્ગમાં વિશેષ ઉપયોગી નથી. બાહ્ય યોગ તો અજ્ઞાનીઓ પણ સાધી શકે છે. પરંતુ અધ્યાત્મયોગ જ્ઞાનીઓને સિદ્ધ થાય છે. ૧૬૩ जो आयासइ मणु धरइ लोयालोय-पमाणु। तुट्टइ मोहु तड त्तिं तसु पावइ परहँ पवाणु।। १६४।। यः आकाशे मनो धरति लोकालोकप्रमाणम् त्रुट्यति मोहो झटिति तस्य प्राप्नोति परस्य प्रमाणम्।। १६४ ।। સમાધિમાં મન જે ધરે, લોકાલોક-પ્રમાણ; શીઘ્ર મોહ તૂટે, બને, એ પરમાત્મ-પ્રમાણ. ૧૬૪ ૧. એક અજ્ઞાનપણે પવનની સ્થિરતા કરે છે, પણ શ્વાસોચ્છવાસ રોધ નથી તેને કલ્યાણનો હેતુ થતો નથી, અને એક જ્ઞાનીની આજ્ઞાપૂર્વક શ્વાસોચ્છવાસનો વિરોધ કરે છે, તો તેને તે કારણથી જે સ્થિરતા આવે છે, તે આત્માને પ્રગટવાનો હેતુ થાય છે-શ્રીમદ્ રાજચંદ્ર ૫. ૪૭ર Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240