Book Title: Parmatma Prakash
Author(s): Yogindudev, Ravjibhai C Desai, Gunbhadra Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 206
________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૧૯૨ જડ પદાર્થોનું ધ્યાન ધરે છે તે અજ્ઞાનમાં પરિણમેલા જીવોને હૈ વત્સ, કેવલજ્ઞાન કેવી રીતે થઈ શકે? અર્થાત્ ન જ થઈ શકે. જે એક શુદ્ધ પરમ પવિત્ર આત્માને તજીને અન્ય પદાર્થો, જગતના પદાર્થોનું ધ્યાન કરે છે તે યોગી કેવલજ્ઞાન કયાંથી પામી શકે? જોકે સવિકલ્પ અવસ્થામાં ચિત્તની સ્થિરતા અર્થે તથા વિષયકષાયરૂપ દુર્ધ્યાનને દૂર કરવા જિન પ્રતિમા તથા નમસ્કાર મંત્ર આદિનું ધ્યાન કરાય છે, તોપણ નિશ્ચય ધ્યાનના સમયે પોતાનો શુદ્ધ આત્મા જ ધ્યાન કરવા યોગ્ય છે, અન્ય પદાર્થો નહિ. ૧૫૮ નિર્વિકલ્પ ધ્યાન કરનારાઓની પ્રશંસા કરે છે सुण्णउँ पउँ ज्ञायंताहँ वलि वलि जोइयडाहँ। समरसि-भाउ परेण सहु पुण्णु वि पाउ ण जाहँ ।। १५९ ।। शून्यं पदं ध्यायतां पुनः पुनः योगिनाम्। समरसीभावं परेण सह पुण्यमपि पापं न येषाम् ।। १५९ ।। નિર્વિકલ્પ ધ્યાને રહ્યા, ધન્ય યોગીઓ તેહ; ૫૨માં સમરસભાવી જે, પુણ્ય-પાપ વિણ એહ. ૧૫૯ જે યોગીઓને અન્ય પદાર્થો પ્રત્યે સમરસી (સમતા) ભાવ છે અને પુણ્યપાપ પણ ઉપાદેય નથી એવા નિર્વિકલ્પ પદના ધ્યાન કરનારા યોગીઓની હું ફરી ફરી મસ્તક ઝુકાવી પૂજા કરું છું. જે મહાત્માઓ શુભ-અશુભ મન-વચન તથા કાયાના વ્યાપાર તજી ભેદ-વિજ્ઞાનરૂપ આત્મજ્ઞાન કળાથી સ્વસ્વરૂપમાં એકાગ્ર થઈ બ્રહ્મપદનું શૂન્યપદનું ધ્યાન કરે છે, તેઓની હું પૂજા કરું છું, એમ ગ્રંથકાર પોતાના અંતરંગનો ધર્માનુરાગ પ્રગટ કરે છે. યોગીઓ સદા સમરસી (સમતા )ભાવમાં નિમગ્ન રહે છે. એવા યોગીઓ જ આ લોકમાં પૂજવાયોગ્ય છે. સમતાનું લક્ષણ એ છે કે જેને ઇન્દ્ર કે નાનાં જંતુ બન્નેમાં સમાન ભાવ છે, ચિંતામણિ કે કંકરમાં એકસરખો ભાવ છે એટલે કે ઇષ્ટ-અનિષ્ટ કે રાગ-દ્વેષભાવ નથી. સમભાવીની દૃષ્ટિમાં શત્રુ તથા મિત્ર બેય સરખા હોય છે અથવા જ્ઞાનાદિ ગુણ અને ગુણી જે શુદ્ધાત્મ દ્રવ્ય તે બન્નેનું એકીભાવરૂપે પરિણમવું તે પણ સમરસીભાવ છે. ૧૫૯ उव्वस वसिया जो करइ वसिया करइ जु सुण्णु । बलि किज्जउँ तसु जोइयहिं जासु ण पाउ ण पुण्णु ।। १६० ।। उद्वसान् वसितान् यः करोति वसितान् करोति यः शून्यान् । बलिं कुर्वेऽहं तस्य योगिनः यस्य न पापं न पुण्यम्।। १६०।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240